સોના મોહાપાત્રાનો ચોંકાવનારો ખુલાસો સિંગર દલેર મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું? ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા સૂફી મહોત્સવની પહેલી સાંજે દલેર મહેંદીએ મુખ્ય કલાકાર તરીકે પર્ફાેર્મ કર્યું હતું ઉત્તરાખંડમાં દલેર મહેંદીના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગાયિકા સોના મોહાપાત્રાએ પર્ફાેર્મિંગ આર્ટ્સમાં વ્યાવસાયિક જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દર્શકો પણ સન્માનના હકદાર છેસોના મોહાપાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર દલેર મહેંદી માટે એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમાં ગાયિકાએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા સૂફી મહોત્સવની પહેલી સાંજે તેમણે મુખ્ય કલાકાર તરીકે પર્ફાેર્મ કર્યું હતું, જ્યારે દલેર મહેંદીને બીજા દિવસે, ૧ માર્ચે સમાપન કાર્યક્રમ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે લખ્યું, “હું ઉત્તરાખંડમાં દલેર મહેંદીજીના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને જાેઈ રહી છું અને મને મારી સાથે બનેલી એક અંગત ઘટના શેર કરવાની જરૂર લાગી રહી છે. કોઈ દિગ્ગજ કલાકારનું અપમાન કરવા માટે નહીં, પરંતુ એટલા માટે કે આ ઘટનાથી આપણા બધા સામે પર્ફાેર્મિંગ આર્ટ્સને લગતો એક મોટો અને અસહજ સવાલ ઊભો થાય છે. ૨૮ ફેબ્રુઆરીએ હું દિલ્હીના સુંદર નર્સરી હેરિટેજ ફેસ્ટિવલમાં પર્ફાેર્મ કરવા ગઈ હતી અને દલેરજી બીજા દિવસે, ૧ માર્ચે સમાપન કાર્યક્રમ માટે આવ્યા હતા.”ગાયિકાએ જણાવ્યું કે તે અને તેમની આખી ટીમ દલેર મહેંદીનો કાર્યક્રમ જાેવા માટે આખી રાત ત્યાં રોકાઈ હતી. તેમણે કહ્યું, “કલાકારો સામાન્ય રીતે પોતાનો કાર્યક્રમ પૂરો થયા પછી ત્યાં રોકાતા નથી, પરંતુ આયોજક ટીમે ઉદારતા દાખવીને અમને એક રાત વધુ રોકાવાની વિનંતી સ્વીકારી હતી. અમને ખરેખર એક દિગ્ગજ કલાકારને પર્ફાેર્મ કરતા જાેવાનો ઉત્સાહ હતો. અમને કહેવામાં આવ્યું હતું કે તેમનો સૂફી અંદાજ એકદમ અલગ હશે.”કાર્યક્રમ વિશે વાત કરતાં સોનાએ કહ્યું, “અમે જેની આશા રાખીને રોકાયાં હતાં, એવું કંઈ જ થયું નહીં. સ્ટેજ પર દલેરજી ખૂબ મૂંઝવણમાં હોય તેવા લાગતા હતા. તેમને એક સૂર પકડવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને તેઓ એક જ ધૂન વારંવાર દોહરાવી રહ્યા હતા. આખી આયોજન ટીમ નિરાશ થઈ ગઈ હતી. અમે જાેયું કે કેવી રીતે ધીમે-ધીમે દર્શકો ત્યાંથી જવા લાગ્યા. આ એ લોકો હતા, જેમણે ટિકિટ માટે સારા એવા પૈસા ચૂકવ્યા હતા અને મોટી અપેક્ષાઓ સાથે આવ્યા હતા.” તેમણે કહ્યું, “મને સૌથી વધુ દુ:ખ આયોજકો માટે થયું હતું. તેમણે એક પ્રતિષ્ઠિત કલાકારને રજૂ કરવા માટે પોતાનાં સાધનો, પ્રતિષ્ઠા અને ઘણી મહેનત લગાવી હતી. તેમ છતાં, અમારામાંથી કોઈએ કંઈ કહ્યું નહીં. દલેરજીની અંગત પરિસ્થિતિ કે તેમના સ્વાસ્થ્ય વિશે મને કોઈ જાણકારી નથી અને અમે જે જાેયું તેના આધારે હું કોઈ અનુમાન લગાવવા માગતી નથી. મારું એવું પણ માનવું છે કે કોઈ કલાકારનું જાહેરમાં અપમાન કરવું એ કોઈ ઉકેલ નથી.”દર્શકોની લાગણીઓ અને કાર્યક્રમના આયોજન અંગે સવાલ ઉઠાવતાં ગાયિકાએ લખ્યું, “ઉત્તરાખંડમાં થયેલા વિવાદને જાેઈને મને આશ્ચર્ય થાય છે કે મોટાભાગની ચર્ચા કલાકારના અપમાન પર થઈ રહી છે. દર્શકોની અપેક્ષાઓ અને મોટી વ્યાવસાયિક ફી લેનારાઓની જવાબદારી વિશે બહુ ઓછી વાત થઈ રહી છે. બે વાત એકસાથે સાચી હોઈ શકે છે.”દલેર મહેંદી વિશે તેમણે લખ્યું, “એક દિગ્ગજ કલાકાર પોતાના સન્માન, સહાનુભૂતિ અને જીવનભરના યોગદાન માટે આભારનો હકદાર છે. સાથે જ દર્શકો પણ એક પ્રામાણિક પર્ફાેર્મન્સના હકદાર છે. જાે કોઈ કલાકારની તબિયત સારી ન હોય, તો તેની સાથે સહાનુભૂતિ રાખવી જાેઈએ અને પરિસ્થિતિને સંભાળવા માટે જવાબદારીપૂર્વકનો રસ્તો અપનાવવો જાેઈએ.




