
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને તેમના ઉત્કૃષ્ટ માનવતાવાદી પ્રયાસો માટે પ્રતિષ્ઠિત ‘ચેમ્પિયન્સ ઓફ ચેન્જ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિઃસ્વાર્થ પ્રયાસો માટે જાણીતા, સોનુએ સામાજિક કલ્યાણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે દેશના દરેક ખૂણેથી પ્રશંસા મેળવી છે.
સોનુ લોકોને ઘણી મદદ કરે છે
તેમની સંસ્થા ‘ધ સૂદ ફાઉન્ડેશન’ દ્વારા અભિનેતાએ શિક્ષણથી વંચિત લોકોની મદદ કરી છે. ઉપરાંત, તેમણે ગરીબોને તેમના સાહસોને પ્રોત્સાહન આપવા માટે ઘણી મદદ કરી છે. તેણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ઓલ્ડ એજ હોમ રેસિડેન્સ પર પણ કામ શરૂ કર્યું છે. કટોકટીના સમયમાં સમુદાયોના ઉત્થાન માટેના તેમના સમર્પણની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવી છે.