વિવાદ મુક્ત અને વ્યાવસાયિક છબી જાળવી છતાં શ્રીલીલા ટ્રોલિંગનો ભોગ બની લેનિન રજૂ થયા પછી શ્રીલીલા ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું તેલુગી અભિનેત્રી શ્રીલીલા ‘લેનિન’ની સફળતા પછી ઓનલાઈન આલોચનાનો ભોગ બની છે, જેમાં ભાગ્યશ્રી બોર્સેએ દર્શકોને અખિલ અક્કીનેનીની મુખ્ય નાયિકા કરતા વધુ પ્રભાવિત કર્યા. અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું.સર્જકોએ આ બાબતે કોઈ સ્પષ્ટતા ન કરી, પણ અહેવાલ મુજબ શ્રીલીલા શૂટિંગ માટે અનુકૂળ તારીખો ન આપી શકતાં તેને રવાના કરી દેવાઈ હતી.ફિલ્મ રજૂ થયા પછી ભાગ્યશ્રી બોર્સેની તેના અભિનય અને સ્ક્રીન હાજરી માટે વ્યાપક પ્રશંસા થઈ છે. પણ સાથે શ્રીલીલા સાથે સરખામણી પણ થવા લાગી અને અનેક સોશિયલ મીડિયા વપરાશકારોએ દાવો કર્યાે કે આ રોલ માટે ભાગ્યશ્રી જ શ્રેષ્ઠ હતી.આ વિવાદથી શ્રીલીલાના તાજેતરના કારકિર્દી સંબંધિત ર્નિણયો અને ફિલ્મ પસંદગી બાબતે સવાલો પણ ઊભા થયા છે. વિવાદ મુક્ત અને વ્યાવસાયિક છબી જાળવી હોવા છતાં શ્રીલીલા ટ્રોલિંગનો ભોગ બની છે. અનેક નેટ વપરાશકારોએ તેની નૃત્ય કુશળતાની સરાહના કરી પણ સાથે કેટલાક ટીકાકારોએ તેની અભિનય ક્ષમતા અને સ્ક્રિપ્ટ પસંદગી બાબતે સવાલો ઉઠાવ્યા હતા.જાે કે આ તમામ ટ્રોલિંગથી અલિપ્ત શ્રીલીલા તેના આગામી પ્રોજેક્ટોમાં વ્યસ્ત બની છે અને તેણે અથવા ‘લેનિન’ની ટીમે તેની બદલી બાબતે કોઈ ટિપ્પણી નથી કરી.





