
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ એ બ્લોકબસ્ટર હોરર કોમેડી સ્ટ્રીની સિક્વલ છે, જે 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2024ની રાત્રે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ રૂ. 600 કરોડના ક્લબમાં પ્રવેશવાથી થોડાક જ ડગલાં દૂર છે. ફિલ્મ રિલીઝ થયાને 50 થી વધુ દિવસ થઈ ગયા છે, પરંતુ દર્શકો હજી પણ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે. હાલમાં જ શ્રદ્ધા કપૂરે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી.