
હરિયાણાની ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતી ૩૦ વર્ષીય એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું દુ:ખદ અવસાન દિવ્યાંકા સિરોહી હરિયાણીની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું નિધન થયું છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે તેણે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેની બહેનના નિધનને લઈને ખબર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં જણાવામાં આવ્યું કે ઘણા દુ:ખ સાથે જણાવી રહી છું કે મારી નાની બહેન દિવ્યાંકાનું ૨૧ એપ્રિલના રોજ નિધન થયું છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. જાેકે દિવ્યાંકાના મોતને લઈને હરિયાણીની ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો પડ્યો છે. ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન સ્થિત આવેલ ઘરમાં દિવ્યાંકાની તબિયત અચાનકથી બગડી અને ચક્કર ખાઈને તે જમીન પર પડી ગઈ હતી. બુધવારે સવારે દિવ્યાંકાના અંતિમ સંસ્કાર તેના હોમટાઉનમાં કરવામાં આવ્યા. પરિવારે જણાવ્યું કે મંગળવારે દિવ્યાંકા નોર્મલ હતી તેણે ભાઈ માટે ખાવાનું પણ બનાવ્યું જાેકે તેની તબિયત થોડી ખરાબ છે તેવું તેણે જણાવ્યું હતું.
ભાઈને કંઈક કામ હોવાથી તે બહાર જતો રહ્યો હતો. બહાર જતા સમયે તેણે ઘરનો ગેટ બંધ કરવા માટે મેસેજ કર્યો હતો. જેના જવાબમાં દિવ્યાંકાએ ઓકે પણ કહ્યું હતું. જાેકે જ્યારે પરિવારજનો પરત આવ્યા ત્યારે દિવ્યાંકા મૃત અવસ્થામાં મળી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેનું શરીર અકડાયેલું હતું અને હળવા સોજા પણ તેના શરીર પર હતા. અચાનકથી જ તેને શું થયું તેને લઈને કશું સ્પષ્ટ નથી થઈ શક્યું. શરુઆતી આશંકા હાર્ટ એટેકની જણાવામાં આવી રહી છે. જાેકે તેની મોતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ નથી થયું.
દિવ્યાંકાના મોતની ખબર સામે આવ્યા બાદ ફેન્સ પણ ચોંકી ગયા છે. એક્ટ્રેસની ઉંમર માત્ર ૩૦ વર્ષ હતી. આટલી ઓછી ઉંમરમાં દિવ્યાંકા આ રીતે દુનિયા છોડીને જતી રહી છે. ફેન્સ અને હરિયાણાની ઇન્ડસ્ટ્રીના સિતારાઓ દ્વારા દિવ્યાંકાના મોત પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર દિવ્યાંકાના ૧.૩૪ મિલિયન ફોલોવર્સ હતા.





