આઠ લાખની રોયલ્ટીની ન મળી સૈયારા માટે હજુ રોયલ્ટી બાકી હોવાનો તનિષ્ક બાગચીનો આરોપ મોહિત સુરી દિગ્દર્શિત ‘સૈયારા’ બ્લોકબસ્ટર બની હતી અને તેના પ્રસિદ્ધ સાઉન્ડ ટ્રેક તેમજ શીર્ષક ગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી
સંગીતકાર તનિષ્ક બાગચીએ યશરાજ ફિલ્મ્સ પર જાહેરમાં બ્લોક-બસ્ટર ‘સૈયારા’ના ટાઈટલ ટ્રેક માટે અપૂરતી રોયલ્ટી ચૂકવણીનો આરોપ લગાવતા દાવો કર્યાે છે કે તે હજી પણ ગીતની ભારે સફળતા છતાં રૂા. આઠ લાખની રોયલ્ટીની રાહ જાેઈ રહ્યો છે. બીજી તરફ વાયઆરએફએ કંઈપણ ખોટું થયાનું સ્પષ્ટપણે નકારી દીધું છે અને જણાવ્યું છે કે તમામ પક્ષોને કરાર મુજબ જ ચૂકવણી કરવામાં આવી છે.રદ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ પર તનિષ્કે ફહીમ અબ્દુલ્લાહ અને અર્સ્લાન નિઝામી સાથે ગીતની રચના અને નિર્માણમાં કરાયેલા પ્રયાસ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે પ્રારંભિક વળતરથી નિર્માણનો ખર્ચ જ માંડ આવરી લેવાયો હતો. અને તેણે ગીતની અસાધારણ લોકપ્રિયતાના પ્રમાણમાં હાલ મળેલી રોયલ્ટી વિશે હતાશા વ્યક્ત કરી.તનિષ્કે માત્ર રકમની જ ચિંતા ન હોવાનું સ્પષ્ટ કરતા દલીલ કરી કે રચનાત્મક પ્રતિભાને વધુ માન્યતા અને આદર મળવા જાેઈતા હતા.વાયઆરએફએ વળતી દલીલમાં સત્તાવાર નિવેદન દ્વારા ત્રણેય સંગીતકારોનો આભાર માન્યો અને સ્પષ્ટતા કરી કે કરાર મુજબ રોયલ્ટી કાયમ સરખા ભાગે વહેંચી નાખવામાં આવી હતી. સ્ટુડિયોએ એવી પણ જાણકારી આપી કે તમામ સહયોગીઓને સહમત થયેલી સમયમર્યાદામાં તેમના વળતર મળી ગયા હતા. મોહિત સુરી દિગ્દર્શિત ‘સૈયારા’ બ્લોકબસ્ટર બની હતી અને તેના પ્રસિદ્ધ સાઉન્ડ ટ્રેક તેમજ શીર્ષક ગીતે ફિલ્મની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.





