
‘ટૉક્સિક’ એક પિરિયડ એક્શન થ્રિલર છે ‘ટૉક્સિક’માં પુરુષ અને મહિલાઓ વચ્ચે પ્રેમના ધોરણો બદલાઈ જશે : કિઆરા પ્રેગનન્સી બ્રેક પછી કિઆરાની આ બીજી ફિલ્મ છે, આ પહેલાં તેની વૉર ૨ આવી ગઈ છે યશની ‘ટૉક્સિક: અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે. જેમાં યશ સાથે કિઆરા અડવાણી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી, પરંતુ કિયારા અડવાણીનું કહેવું છે કે ફિલ્મ ‘ટૉક્સિક’માં પુરુષ અને મહિલાઓ વચ્ચે પ્રેમના ધોરણો બદલાઈ જશે. કિયારા અડવાણીએ કહ્યું, “તમે પુરુષ અને મહિલાઓ વચ્ચેનાં ધોરણોને કેવી રીતે જુઓ છો, તે ટૉક્સિક સંપૂર્ણ રીતે બદલી નાખે છે. મારા માટે પણ, જ્યારે ગીતુ મોહનદાસે મને સ્ક્રિપ્ટ સંભળાવી, ત્યારે મને લાગ્યું કે આ પણ નોર્મલ હોઈ શકે, ભલે તે ગ્રે હોય અને પરંપરાગત ન હોય. પરંતુ પ્રેમમાં એક પ્રકારની મુક્તિ છે. વાહ, કાશ હું પણ એટલી સક્ષમ, ડિટેચ્ડ અને મારા વિચારોમાં એટલી મુક્ત હોત.”કિઆરાએ આગળ ઉમેર્યું, “આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે અને હું આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છું. તેમાં ઘણી મહેનત છે અને મારા માટે આ બિલકુલ અલગ પ્રકારનું કામ છે. મેં જે કર્યું છે તેના પર દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જાેવા માટે હું બહુ ઉત્સુક છું.”આ પહેલાં યશે પણ ફિલ્મ વિશે આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો અને ફિલ્મમાં મહિલાઓના પાત્રોને “બેડએસ” ગણાવ્યાં હતાં. ‘ટૉક્સિક’ એક પિરિયડ એક્શન થ્રિલર છે, જે ડિરેક્શન ગીતુ મોહનદાસે કર્યું છે. યશ ઉપરાંત ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતરિયા અને રુકમિણી વસંત મહત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર રવિ બસરૂરે આપ્યું છે. કેટલીક એક્શન સીક્વન્સની કોરિયોગ્રાફી જેજે પેરીએ કરી છે.શરૂઆતમાં ફિલ્મ ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ પછી તેને ૪ જૂન સુધી મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારી વર્લ્ડવાઇડ થિયેટ્રિકલ વિન્ડો મેળવવાના પ્રયાસમાં નિર્માતાઓએ ફરી એકવાર રિલીઝ મુલતવી રાખી અને નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.





