
ત્રણ વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીના જીવનને નજીકથી બતાવવા માટે રવિ જાધવ ફિલ્મ ‘મેં અટલ હૂં’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વિનોદ ભાનુશાળી અને સંદીપ સિંહ દ્વારા નિર્મિત ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
રવિ જાધવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મૈં અટલ હૂં’ અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. તેની વાર્તા ફિલ્મમાં વિગતવાર બતાવવામાં આવશે. અટલ બિહારી કેવી રીતે સરકાર સામે લડ્યા, કેવી રીતે તેમના પર રમખાણો ભડકાવવાનો આરોપ લાગ્યો અને કેવી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો… ‘મૈં અટલ હૂં’ પૂર્વ વડાપ્રધાનના જીવનના દરેક પાસાઓને બતાવશે.
પંકજ ત્રિપાઠી- અટલ બિહારી વાજપેયી
પીયૂષ મિશ્રા – કૃષ્ણ બિહારી વાજપેયી
દયા શંકર પાંડે – દીનદયાલ ઉપાધ્યાય