ઓસ્કરમાં ખોટી ફિલ્મો પસંદ થાય છે:અનુરાગ કશ્યપ ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી અનુરાગ કશ્યપ નારાજ ફેસ્ટિવલમાં ફિલ્મ મોકલવામાં ન આવે તો તેના પ્રદર્શન અને જાહેરાત પાછળ ખર્ચેલા નાણાં વ્યર્થ જાય છે : અનુરાગ
૯૯મા એકેડમી એવોર્ડમાં ભારતની બેસ્ટ ઇન્ટરનેશલ ફિચર કેટેગરીમાં મોકલવા માટે ‘ગોંધળ’ ફિલ્મની પસંદી સામે અનુરાગ કશ્યપે નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મના ર્નિદેશક સંતોષ ડાવખરેએ અનુરાગ કશ્યપને જવાબ આપતાં જણાવ્યું હતું કે પહેલાં ફિલ્મ જુઓ તે પછી તેના વિશે અભિપ્રાય બાંધો. અનુરાગ કશ્યપે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણે ઓસ્કર એવોર્ડમાં મોકલવા માટે ખોટી ફિલ્મો પસંદ કરીએ છીએ અને જાે ક્યારેક સાચી ફિલ્મ પસંદ થઇ પણ જાય તો તેના પ્રચારમાં આપણે ઉંધુ મારીએ છીએ. ‘ગોંધળ’ને સિલ્વર પિકોક એવોર્ડ મળ્યો હોય તો એનએફડીસીએ પ્રાદેશિક વિજેતા ફિલ્મોને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવવી જાેઇએ. ફેસ્ટિવલમાં ફિલ્મ મોકલવામાં ન આવે તો તેના પ્રદર્શન અને જાહેરાત પાછળ ખર્ચેલા નાણાં વ્યર્થ જાય છે.આ અંગે પ્રતિભાવ આપતાં ડાવખરેએ જણાવ્યું હતું કે ૨૬ એપ્રિલે બેન્ગાલુરૂથી મુંબઇ આવતી ફલાઇટમાં મેં ‘ગોંધળ’ વિશે અનુરાગ કશ્યપને જણાવતાં તેમણે આ ફિલ્મ જાેવાની ખાતરી આપી હતી પણ એ પછી તેનું મુંબઇમાં કોઇ સ્ક્રિનિંગ થયું નથી. મારી દર્શકોને અપીલ છે કે તેઓ ફિલ્મ ફરી રજૂ થાય ત્યારે તેને થિયેટર્સમાં જઇ જુએ એને તે પછી તેના વિશે અભિપ્રાય બાંધે. અમે ઓસ્કર સમારોહમાં ભારતના પ્રતિનિધિત્વની જવાબદારીથી વાકેફ છીએ અને અમે દેશને નિરાશ નહીં કરીએ.




