
નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકાગાંધીનગરના રાયપુરમાં ગુમ થયેલી બાળકીની લાશ મળીપાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી કરપીણ હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છગાંધીનગરમાં બે દિવસથી ૧૦ વર્ષની ગુમ બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી આવી છે. પાડોશીએ દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા પર પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ શખસના બાળકના પણ બે અલગ અલગ સ્ટેટમેન્ટ પોલીસને મળ્યા છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા ગાંધીનગરના રાયપુર ગાના રામાપીરવાળા વાસ વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકી બુધવારે ગુમ થઈ હતી. બાળકીના ગુમ થવા બાબતે ડભોડા પોલીસ મથકમાં પિતાએ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ બાળકીને પરિવારના સભ્યો તથા પોલીસે શોધખોળ શરૂ કરી રહી હતી. પોલીસી શોધખોળ વચ્ચે બાળકીની ૧૩ નવેમ્બર ૨૦૨૫ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી મૂકાયેલી હતી. જેમાં બાળકીની લાશ મૂકાયેલી હતી. દીકરીનો આ રીતે મૃતદેહ જાેઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.
ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા નજીકના જ વ્યક્તિએ કરી હોવાની પોલીસને વિગતો મળી છે. આ કેસમાં પાડોશી આરોપી હોવાની શંકાસ્પદમા તેની પૂછપરછ શરૂ કરી છે. આ પાડોશી ભંગાર વેચવાનું કામ કરે છે, અને બાળકી અંગે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. આ શખ્સે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેની ગળુ દબાવીને હત્યા કરી હોય તેવી પોલીસને શંકા છે. તેના બાદ તેણે લાશ ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાનું અનુમાન છે. જાેકે, તેની પત્ની પણ શંકાના દાયરામાં છે.
હાલ બાળકીનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેના બાદ બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે. પોલીસ શંકાસ્પદ આરોપીની પૂછપરછ બાદ વધુ તપાસ શરૂ કરી છે.




