
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા.ગીર સોમનાથમાં ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ; ત્રણ ઝબ્બે.નવાબંદર મરીન પોલીસે ત્રણ વાહનમાંથી ૮૮૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ અને રૂ.૨૫ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગીર સોમનાથમાં ૮૮૦૦ લિટર જેટલું ડીઝલ જપ્ત કરી પોલીસે શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નવાબંદર મરીન પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે આટલી મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત થતા આ મામલે હાલ ગીર સોમનાથ પંથકમાં ચકચાર મચી છે.
વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકો પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે પેટ્રોલ પંપ પર પોતાના વાહનો લઈને લાંબી કતારોમાં ઉભા જાેવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે કાળાબજારીઓ પણ બેફામ બન્યા છે અને પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે સંગ્રહખોરી કરી તેને કાળાબજારમાં ડબલ ભાવમાં વેચી રહ્યા છે, જાેકે આવા કાળાબજારીઓને પકડવા પોલીસ હાલ દોડતી થઈ છે અને સઘન તપાસ હાથ ધરી છે. દરમિયાન ગીર સોમનાથમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ડીઝલની હેરાફેરી થતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, નવાબંદર મરીન પોલીસે ડીઝલની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસકર્મીઓ તળ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, દરમિયાન ત્રણ વાહનો મારફતે થતી ડીઝલની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. પોલીસે આ ત્રણેય વાહનોને રોકી તેમાં તપાસ કરતા અધધ ૮૮૦૦ લિટર ડીઝલની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે.પોલીસે હાલ આ ૮૮૦૦ લિટર ડીઝલ સાથે કુલ રૂ.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ જુદા જુદા ત્રણ વાહનો મારફતે તેની હેરાફેર કરનાર ત્રણ શખ્સોને પોલીસે હાલ પકડી પાડ્યા છે અને આ મામલે તેમની સામે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો આ લોકો આટલી મોટી માત્રામાં ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા? અને ક્યાં લઈ જવા માટે નીકળ્યા હતા? તથા આ પાછળ અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેથી આગામી સમયમાં આ મામલે મહત્વના ખુલાસા થઈ શકે છે, જેના પર સૌની નજર ટકેલી છે.





