
અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્નું મેગા ઓપરેશન.દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત.ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૫૨,૦૦૦ જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ, બાવળા અને આણંદમાં દરોડા
આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી ૭.૪૮ લાખની ૧૮૭૨ રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી ૧૨.૯૧ લાખની ૩૮૬૪ ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી ૧૨.૧૫ લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને ૨.૦૧ લાખની ૬૭૨ ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.
તપાસના અંતે ર્જીંય્ની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ‘ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે ૧.૫૦ કરોડની કિંમતની ૪૩,૧૯૨ રીલ અને ૫૦ લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ ૧.૮૨ કરોડની કિંમતની ૫૨,૦૦૦ ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.




