
મની લોન્ડરિંગ કેસમાં ૫ વર્ષની સજા.નિવૃત્ત IAS પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા ભોગવી રહ્યા છે.નિવૃત્ત IAS પ્રદીપ શર્માને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના આરોપસર ED કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સજાનું એલાન કર્યું છે. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા ભોગવી રહ્યા છે તેનાથી ઉપરોક્ત કેસમાં અલગ સજા ભોગવવાની રહેશે. તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે.
તત્કાલીન કચ્છ કલેકટર પ્રદીપ શર્મા પર વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ લાગ્યો હતો. ભ્રષ્ટ્રાચાર કરી કરોડો રૂપિયા ચાઉં કરી અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતામાં મોકલ્યા હતા. જે બાદ રાજકોટ ઝ્રૈંડ્ઢ ક્રાઈમ પોલીસ મથકમાં ૨૦૧૦માં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ ED કોર્ટમાં વર્ષ ૨૦૧૬માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી હતી.
રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરી ગુજરાત વહીવટી સેવામાં પરીક્ષા પાસ કરી હતી. ૧૯૮૧માં તેઓ ડેપ્યુટી કલેક્ટર નિમાયા હતા. ત્યાર બાદ વર્ષ ૧૯૯૯માં IAS અધિકારી તરીકે પ્રમોશન મળ્યા બાદ જામનગર, ભાવનગર મનપાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.




