
૨૬મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું.અમદાવાદની જુદી-જુદી શાળાઓને ફરી મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ.સુરક્ષાને પગલે વિદ્યાર્થીઓને અપાઈ રજા : પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી.૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની રાજધાની અને મેગા સિટીમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓને આજે ખૂલતા દિવસે બોમ્બની ધમકીના મેઈલ મળ્યા હતા. આ સાથે જ તંત્ર દોડતુ થયું હતુ. તો સાથે જ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. તો બીજી તરફ, મેઈલમાં ૨૬ મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદ શહેરની ૧૦ થી વધુ શાળાઓને મેઈલ આવ્યા હતા. જેમાં શહેરની સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચને ધમકીભર્યા મેલ મળ્યા છે. તો જીઁ રિંગ રોડ પર આવેલી જીનિવા ઈન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે. તો મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી.
પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ, શાહીબાગની દ્ભફજી સ્કૂલ, કેન્ટોનમેન્ટની આર્મી સ્કૂલ, સેટેલાઈટની રેડ બ્રિક્સ સ્કૂલ અને જે.ડી.સ્કૂલને બોમ્બની ધમકી મળી છે.
ધમકીભર્યા મેઈલમાં શું લખ્યું છે…
મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે…
જનમત કાર્યકરો…
તમારા બાળકોને બચાવો…
૨૬ જાન્યુઆરીએ શાળાઓમાં ભારતીય તિરંગો ન ફરકાવો…
ખાલિસ્તાન-બાંગ્લાદેશ ઝિંદાબાદ
લક્ષ્ય : ગણતંત્ર દિવસ પર મોદી-શાહ
ગાંધીનગર જિલ્લાની કેટલીક શાળાઓને પણ બોમ્બની ધમકી મળી છે. રાંચરડાની રેડ બ્રીક્સ ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ગાંધીનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. સ્કૂલ પર પોલીસની ટીમ મોકલવામાં આવી છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.




