
આમોદ તાલુકાના કોબલા ગામે લોકોમાં દોડધામહડકાયા કૂતરાએ બચકું ભરતાં ભેંસનું મોત દુધ પીનારા ૩૭ લોકો રસી મુકાવવા દોડ્યાપશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પણ પ્રસરી ગઈ હતીઆમોદ તાલુકાના ખોબલા જેવા કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યું થતાં સમગ્ર ગામમાં ભય સાથે હડકવાને લઈ હડકંપ મચી ગયો હતો. હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ૩૭ લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવવા દોટ મુકી હતી.
આમોદ તાલુકાના કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને હડકાયું કૂતરું કરડી જતાં લાંબા ગાળા પાછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ત્યાર બાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું. પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પણ પ્રસરી ગઈ હતી.ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યાર બાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી. જેથી તેમના ગ્રાહકો હડક્વાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોવાની વાતે હડકવાના ભયથી હચમચી ઉઠ્યા હતા.
અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી.ગામના ૩૭ લોકો અત્યાર સુધુ હડકવા વિરોધી વેક્સિન મુકાવી ચુક્યા છે. તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ. માનસીએ જણાવ્યું હતું કે, કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી. જેથી કેબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રામજન એવા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી હતી.




