
જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો…ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ની ૧૦ સૌથી મોટી જાહેરાત.ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ૨૦૨૬-૨૭ ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટૅક્નોલૉજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાત બજેટ ૨૦૨૬ ની મોટી જાહેરાત
(૧) નવા ૧૨૧ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા ૫૦ નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, ૨૬૦ કરોડ રૂપિયાની જાેગવાઈ
(૨) પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે ૩૪૭૨ કરોડ રૂપિયાની જાેગવાઈ
(૩) ૬૮ લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો (નાના ફૉન્ટ)
(૪) ગુજરાતમાં નવી ૨ હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે ૩૬૦ કરોડ રૂપિયાની જાેગવાઈ
(૫) ગુજરાતમાં ૩.૧૫ લાખ ઘર બનાવવા મટે ૪૨૭૨ કરોડ રૂપિયાની જાેગવાઈ
(૬) PM આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે
(૭) SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારી રૂ. ૬ લાખ કરવાની જાહેરાત
(૮) VB-G RAM G યોજના માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત
(૯) ગુજરાત બજેટ ૨૦૨૬માં શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત
શિષ્યવૃત્તિમાં વધારો: પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨,૫૦,૦૦૦થી વધારીને રૂ.૬,૦૦,૦૦૦
છાત્રાલય સહાય: આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય રૂ.૨,૧૬૦થી વધારીને રૂ.૨,૫૦૦
નવી સ્કૂલો: રાજ્યમાં વધુ ૯૨૬ PM-SHRI સ્કૂલો અને બાલવાટિકાથી ધો. ૧૦ સુધીની ‘સંકલિત શાળાઓ‘ પણ શરુ કરાશે.
નમો સેન્ટ્રલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના ૧૫ તાલુકામાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી‘ બનાવાશે
(૧૦) અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે ૧૨૭૮ કરોડ રૂપિયાની જાેગવાઈ. સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવાશે.




