
કારોબારી બેઠકમાં કિસાન સંઘે ઉઠાવ્યા આકરા સવાલ.ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ કેમ પરેશાન?.સરકાર ખેડૂતોની આર્થિક મજબૂરી સમજીને લોન માળખામાં જરૂરી ફેરફાર કરે અને ખેતીને આર્ત્મનિભર બનાવવા માટે નક્કર પગલાં ભરે.ગાંધીનગરમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે કિસાન સંઘની મહત્વની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના આગેવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા, જેમાં મુખ્યત્વે સિંચાઈનું પાણી, રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને પાકના ટેકાના ભાવ (MSP) જેવા સળગતા મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોડિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજે પણ ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલાતા નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. સંઘ દ્વારા આ તમામ પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
બેઠક દરમિયાન ખેડૂતોની આર્થિક સ્થિતિ અને લોન વ્યવસ્થા અંગે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મનસુખ પટોડિયાએ ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચે થતા ભેદભાવનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, જે રીતે ઉદ્યોગોને સરળતાથી લોન આપવામાં આવે છે તેવી જ સુવિધા ખેડૂતોને પણ મળવી જાેઈએ. તેમણે દુ:ખ સાથે જણાવ્યું કે, જાે ખેડૂત કોઈ કારણસર એક લોન ભરી ન શકે, તો તેને બીજી લોન આપવામાં આવતી નથી, જે અન્યાયકર્તા છે. કિસાન સંઘે માગ કરી છે કે સરકાર ખેડૂતોની આર્થિક મજબૂરી સમજીને લોન માળખામાં જરૂરી ફેરફાર કરે અને ખેતીને આર્ત્મનિભર બનાવવા માટે નક્કર પગલાં ભરે.




