(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં તનતોડ મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતાં ટેમ્પો ચાલકો અને માલિકોની હાલત આ પૂરના કારણે સૌથી વધુ કફોડી થવા પામી છે. શહેરના રિંગરોડથી માંડીને સારોલી વિસ્તારમાં પ્રતિદિન સેંકડોની સંખ્યામાં ટેમ્પો ચાલકો ધ્વારા યાર્નથી માંડીને તૈયાર કપડાંના માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હોય છે.
જોકે ૭ મી જુલાઈના રોજ ભારે પૂરની સ્થિતિ વચ્ચે માલ સાથે ટેમ્પો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. આ ટેમ્પો એક દાયકા કરતાં પણ વધુ જૂના હોવાને કારણે મોટા ભાગના ટેમ્પો માલિકો પાસે વીમા પોલિસી પણ હોતી નથી. જેને કારણે તેઓએ ઉધાર કે વ્યાજે રૂપિયા લાવીને ટેમ્પોના રિપેરિંગ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સિવાય ટેક્ષટાઇલ માર્કેટોના પાર્કિંગમાં પણ મોટી સંખ્યામાં ટેમ્પો પાણીમાં ગરકાવ (ડૂબી જતાં) થઈ જતાં તેવા ટેમ્પોને સૌથી વધુ નુકશાન થયું છે. જેને પગલે ટેમ્પો ચાલકો-માલિકો ધ્વારા પણ તેઓને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળેલ છે.





