
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દક્ષિણ ગુજરાતના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી રહે.શક્તિ નગર બોથેલ કોલોની ગણેશજીના મંદિર પાસે વ્યારા જિ. તાપી તેઓ માજી ધારાસભ્ય અને માજી સાંસદ છે. સરકાર ધ્વારા ધારાસભ્ય અને સાંસદો ને તેઓના નિર્વાહ માટે ધંધા રોજગાર કરી શકે તે માટે સરકારી જમીન આપવામાં આવતી. અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીને પણ સરકાર ધ્વારા સુરતના પુણા કુંભારિયા રોડ ખાતે જગ્યા ફાળવવામાં આવેલી. આ સમયે સુરત શહેરને ગેસ પુરવઠો પૂરો પાડવા જણાવી ગેસ એજન્સી પણ શરૂ કરેલી. પરંતુ સુરત શહેરનો ઝડપી વિકાસ થતાં અને ટેક્ષટાઈલ ની માર્કેટોના બાંધકામ થતાં જમીનોના ભાવ ઊંચકાયેલા અને રોડ ટચ જમીન હોવાને કારણે જમીન અમરસિંહ ભાઈએ વેચી મારેલી. સાથે સાથે તેઓ ધારાસભ્ય અને સાંસદ સભ્ય હોવાને નાતે તેઓએ તેઓની વગનો દૂરઉપયોગ કરી બીજા લોકોની જગ્યા પણ પચાવી પાડેલી. પોતાની જગ્યા વેચી દઈ તેની રોકડી કરી લઈ બીજા વ્યક્તિની જગ્યા પોતાની જગ્યા છે તેમ જણાવી તે જગ્યાના દસ્તાવેજ કરી આપેલા છે. તેઓની જગ્યાની આજુબાજુ ખાડીની જગ્યા પેટ્રોલપંપ ચલાવવા વેચી મારી અને તેની સાથે આવેલ જગ્યા જે હાલ અંબર હાઉસ તરીકે ઓળખાય છે. તે જગ્યા પોતાની વગ અને સત્તાનો દૂરઉપયોગ કરી પચાવી પાડી વેચી મારેલ છે. આમ બીજી વ્યક્તિની કાયદેસરની જગ્યા અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ નાણાંની લાલચમાં જગ્યાના માલિકને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડેલ છે. સરકાર ધ્વારા જે જગ્યા ધંધા રોજગાર માટે આપવામાં આવેલ હોય તે જગ્યા કઈ રીતે વેચી શકાય? અને બીજી વ્યક્તિની જગ્યામાં ઘૂસી જઇ પદ અને પ્રતિષ્ઠાનો દૂર ઉપયોગ કરી બીજી વ્યક્તિની પણ જગ્યા વેચી મારવામાં આવે એ ધારાસભ્ય કે સાંસદસભ્યને શોભતું નથી. સામાન્ય કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની ઘર જમીન પચાવી પાડે તો તેના પર લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરતાં સરકારી તંત્ર ખચકાતું નથી. સ્થાનિક તંત્રને અમરસિંહભાઈ જીણાભાઈ ચૌધરી એ ગેરકાયદેસર રીતે બીજી વ્યક્તિની જગ્યા પચાવી પાડી છે. અને તે જગ્યા ગેરકાયદેસર રીતે અંબર હાઉસ ને વેચી દેવાની ખબર હોવા છતાં સરકારી તંત્ર એ લેન્ડ ગ્રેબીંગનો ગુનો અમરસિંહ જીણાભાઈ ચૌધરી સામે કરેલ નથી.
સામાન્ય રીતે અનામત વર્ગમાંથી આવતા સાંસદ સભ્ય અને ધારાસભ્ય સરકારશ્રી ધ્વારા તેઓના નિર્વાહ માટે રહેમરાહે આપેલ જગ્યા સરકાર હસ્તક લઈ લેવી જોઈએ અને ધારાસભ્ય, સાંસદસભ્ય તરીકે રહેલ વ્યક્તિના સરકારશ્રી તરફથી મળતા પેન્શન ભથ્થા તાત્કાલિક અસરથી બંધ કરી દેવા જોઈએ.




