
RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો સુરતમાં ૬ મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયોરોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છેસુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર ૬ થી ૭ મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવેલો નવો નકોર RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.
રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો હોવાનું પણ જણાઈ રહ્યું છે, જે સ્પષ્ટપણે કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ તરફ આંગળી ચીંધે છે.
આ મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જનતાના ટેક્સના પૈસા અને સરકારના બજેટનો આ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જાે આ ગાબડાંઓને કારણે કોઈ નિર્દોષ નાગરિકનું અકસ્માતમાં મૃત્યુ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં પણ આ મામલે ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને રોડ બનાવનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે.




