
એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી.વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ લાંચ લેતા ઝડપાયા.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગત દિવસોમાં ઘણા લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. આવામાં મહેસાણા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ લાંચિયો અધિકારી વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિચ પટેલ છે, જેને મહેસાણા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ડૉ. હર્ષિત પટેલે કોન્ટ્રાક્ટની ગાડીનું બિલ મંજૂર કરવા માટે વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહેસાણા ACB દ્વારા છટકું ગોઠવીને ડૉ. હર્ષિત પટેલને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. મહેસાણા ACB ની સફળ ટ્રેપથી સમગ્ર બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.




