
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં એક સમાચાર આવ્યા કે ભારતીય મૂળના નીલ કાત્યાલે અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના નિર્ણયને પડકાર્યો. નીલ કાત્યાલે આ જે ટેરીફની અને ટ્રેડ ડીલના નિર્ણયોની વાતો ચાલી રહી છે તેને અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરીફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો. તો અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને એ સિવાય અમેરિકાએ બીજા દેશો પર જે ટેરિફ લગાવ્યો છે એ અન્યાયી અને ગેરબંધારણીય છે એ વાત અમેરિકાનું સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે. અને આ બાબતે ભારતીય મૂળના નીલ કાત્યાલને ચિંતા થઈ અને તેમણે ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો હતો.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જણાવ્યું હતું કે, હવે આ ન્યૂઝપેપરના છેલ્લા પેજ પર જોવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણને મૂર્ખ બનાવી રહ્યા છે અને આપણા પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે છે. આ ન્યુઝ પેપરમાં મોટી એડ આપવામાં આવી છે અને એમાં લખવામાં આવી છે કે “કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિની નવી લહેર, ભારત અમેરિકા ટ્રેડ ડીલ અને કેન્દ્ર અને ગુજરાતનું ખેડૂતલક્ષી બજેટ” આ એડ પરથી દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છે. આ એડ ફક્ત એક પેપરમાં નહીં હોય, આવી અનેક એડ ગુજરાતભરના ન્યૂઝપેપરોમાં તમને જોવા મળશે પરંતુ સાચી હકીકત પહેલા પેજ પર લખેલી છે છે કે ટ્રમ્પ સરકારનો નિર્ણય ગેરબંધારણીય અને અન્યાયી છે પરંતુ આપણા અહીંયા પ્રજાના પૈસે મોટી મોટી જાહેરાતો આપવામાં આવે છે. પ્રજાને ભ્રમિત કરવા માટેનો આ ખેલ છે જાહેરાતોનો, ચહેરા ચમકાવવાનો, પ્રજાને મૂર્ખ બનાવવાનો અને લૂંટવાનો.




