Vegetable That Are Fruits: કેટલીક વાર આપણે નથી જાણતા કે આપણે જે ખાઈએ છીએ, તે શાકભાજી છે કે ફળ. એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ.
• એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ
• છોડ પર ફૂલના અંડાશયમાંથી બનેલા ફળને ફળ કહેવાય
• રીંગણ પણ એક ફળ છે
સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો ખૂબજ જરૂરી છે. શરીરનાં સંપૂર્ણ વિકાસ માટે વિટામિન, મિનરલ અને ફાયબર સહીત દરેક પોષક તત્વની જરૂર હોય છે. એટલાં માટે જ આપણાં આહારમાં શાકભાજી અને ફળોનું હોવું ખૂબજ જરૂરી છે. તેમનાં સેવનથી શરીરને પોષણ મળે છે. જેનાં કારણે આપણે સ્વસ્થ રહીએ છીએ અને શરીર બીમારીઓ સામે લડવા માટે મજબૂત બને છે. કેટલીક વાર આપણે નથી જાણતા કે આપણે જે ખાઈએ છીએ તે, શાકભાજી છે કે ફળ. જેમકે કાચા પપૈયાંનું શાક બનાવવામાં આવે છે તો પાકેલાં પપૈયાને ખાવામાં આવે છે. ઘણી વાર એવું પણ બને છે કે આપણે જેને શાકભાજી સમજીને ખાતા હોઈએ તે ફળ નીકળે. એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ.
કેવી રીતે ખબર પડે
આ જાણવું ખૂબજ સરળ છે. છોડ પર ફૂલના અંડાશયમાંથી બનેલા ફળને ફળ કહેવાય છે. ફળની અંદર બીજ હોય છે. ટેક્નિકલી જોવા જઈએ તો ફળ છોડનાં બીજ જ છે. જે ફૂલોનાં અંડાશયમાંથી ઉત્પન્ન થાય છે. તમને જે શાકભાજીની અંદર બીજ દેખાય તો સમજી લેવું કે, તે ફળ છે. કેળાંની અંદર પણ ભૂરા રંગના દાગ હોય છે જે તેમનાં બીજ હોય છે. જાણો આ ફળો વિશે જેને તમે શાકભાજી સમજીને સેવન કરો છો.
કોળું
ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર કોળું ખૂબજ ખાવામાં આવે છે. આમ તો તેને પક્કાવાની રીત અલગ-અલગ છે. તેની અંદર બીજ હોય છે. તેથી કોળું શાકભાજી નથી પણ એક ફળ છે. તેને કાચું અને રાંધીને આમ બંને રીતે ખાવામાં આવે છે.
રીંગણ
રીંગણ પણ એક ફળ છે. જેને ખોટી રીતે શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગી હશે કે, રીંગણ એક ફળ છે. તેની અંદર વિટામિન A અને વિટામિન Cની સાથે પોલિફીનોલ્સની ભરપૂર માત્રા હોય છે.
કારેલું
કારેલું ખાવામાં કડવું હોય છે જેથી લોકો તેને ખાવું પસંદ નથી કરતાં. કારેલું પણ એક ફળ છે અને તેની અંદર વિટામિન C ભરપૂત માત્રામાં હોય છે. પછી ભલે લોકો તેને ખાવામાં પસંદ કરે કે નાં કરે.
ભીંડા
લોકોને ભાવતું શાક એટલે ભીંડા. હકીકતમાં તે પણ એક ફળ છે. તેની અંદર ઘણાં નાનાં-નાનાં બીજ હોય છે. તેની અંદર વિટામિન અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે.