![Zero Error Agency](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)
Kachi Keri Chutney Recipe: કેરીની સિઝનમાં કાચી કેરીની ચટણી ખાવાની મજા પણ અલગ છે. દરેક ઘરમાં કાચી કેરીની ચટણી બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને મસ્ત ખાટી મીઠી કાચી કેરીની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે.
![Kachi Keri Chutney Recipe: ખાટી મીઠી કાચી કેરીની ચટણીની રેસિપી, જાણો 1 Sweet and Sour Raw Mango Chutney Recipe 1](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/04/Sweet-and-Sour-Raw-Mango-Chutney-Recipe-1.jpg)
ખાટી મીઠી કાચી કેરીની ચટણી બનાવવાની સામગ્રી
- કાચી કેરી
- મીઠું
- આખું જીરું
- હીંગ
- ગોળ
- લાલ મરચું પાવડર
![Kachi Keri Chutney Recipe: ખાટી મીઠી કાચી કેરીની ચટણીની રેસિપી, જાણો 2 Sweet and Sour Raw Mango Chutney Recipe 2](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/04/Sweet-and-Sour-Raw-Mango-Chutney-Recipe-2.jpg)
ખાટી મીઠી કાચી કેરીની ચટણી બનાવવાની રીત
- સૌપ્રથમ કાચી કેરીની છાલ ઉતારી તેના નાના ટૂકડા કરી લો.
- પછી આ ટૂકડાને મિક્સરજારમાં લો અને તેમા મીઠું, આખું જીરું, હિંગ ઉમેરો.
- આ મિશ્રણને દરદરુ પીસી લો. પછી તેમા લાલ મરચુ પાવડર ઉમેરો.
- હવે તેમા કેરીની ખટાસ પ્રમાણે ગોળ ઉમેરો. પછી ફરી મિક્સરમાં પીસી લો.
- આ ચટણી બનાવવામાં પાણીનો ઉપયોગ ન કરવો.
- તો બસ તૈયાર છે તમારી ખાટી મીઠી કાચી કેરીની ચટણી.
![Zero Error Ad](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)