Food News: સવાર-સાંજ લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ સહરી માટે કે ઈફ્તાર માટે બનાવશે. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જે પણ વસ્તુ ખાઓ હળવી ખાઓ. એટલે કે તેને પચાવવા માટે પેટને વધુ મહેનત ન કરવી પડે. સાથે જ શરીર હાઇડ્રેટ રહે અને શરીરમાં પાણીની કમી ન થાય. આ સિવાય દિવસભર તમને ભૂખ ન લાગવી જોઈએ. તેથી આવી સ્થિતિમાં સહરીમાં તમે કેસરનું દૂધ પી શકો છો. તેને બનાવવું તો સરળ છે જ, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
સામગ્રી
- 5 કપ દૂધ,
- 1/2 કપ ખાંડ
- કેસર
- લીલી ઈલાયચી પાઉડર
- પિસ્તા
- બદામ
કેસરિયા દૂધ કેવી રીતે બનાવવું
- સૌથી પહેલા એક કડાઈમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો
- તેને ધીમી આંચ પર રાખો, જ્યારે તે ઘટ્ટ થવા લાગે તો તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો
- તેમાં ખાંડ, કેસર અને એલચી પાવડર ઉમેરો
- તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ખાંડ બરાબર ઓગળી ન જાય અને તેને ધીમી આંચ પર 5 મિનિટ સુધી પકાવો
- ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લો અને ઠંડું થવા માટે રાખી દો
- હવે તેને લીલી ઈલાયચી, પિસ્તા અને બદામથી ગાર્નિશ કરો અને પછી સર્વ કરો