Sukhadi Recipe: સુખડીનું નામ આવે એટલે મહુડીની સુખડી યાદ આવી જાય. સુખડી તો નાના બાળકોને ઘણી પ્રિય હોય છે. આજે ઘરે સુખડી કેવી રીતે બનાવવી તે જાણો. આ એક એવી મીઠાઈ છે જે ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. તો ચાલો બનાવીએ સુખડી.
સુખડી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ
- ગોળ
- ઘી
- સુંઠ
સુખડી બનાવવાની રીત
સ્ટેપ- 1 : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળ ઉમેરો.
સ્ટેપ- 2:હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3:મિશ્રણ લાલ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર પકાવો.
સ્ટેપ- 4:હવે નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી સુંઠ નાખીને મિક્સ કરી લો.
સ્ટેપ- 5:હવે એક થાળીમાં ફેલાવી દો અને એકદમ ઠરી જાય પછી ચોસલા પાડી લો. તૈયાર છે આપણી સુખડીની રેસીપી તમે સર્વ કરી શકો છો.