Food News: કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા જીવનનો એવો ભાગ બની જાય છે કે આપણે વિચારતા પણ નથી કે એની પાછળનું શું કારણ છે અથવા પહેલીવાર એવું ક્યારે કરવામાં થયું હતું. એવી તમામ વસ્તુઓ જેવી કે, જેમકે પેનના કેપમાં એક છેદ કેમ હોય છે અને ફરી નમકીન બિસ્કીટ પર કેમ આટલાં છેદ હોય છે. મીઠા બિસ્કીટ પર પણ એવું નથી હોતું, તો ફક્ત નમકીન બિસ્કીટ પર જ આવા કાણાં કેમ કરવામાં આવે છે?
ખાવા-પીવાની બાબતમાં ભાગ્યે જ કોઈ આટલું વિચારતું હશે, હાથમાં આવતાં જ માણસ તેને સીધું ખાવાનું શરૂ કરી દે છે. તમે પણ ચા સાથે અલગ-અલગ બ્રાન્ડના નમકીન બિસ્કિટ તો ખાધા જ હશે. જો તમે નોંધ્યું હોય તો, આ બિસ્કિટમાં ઘણીવાર નાના છિદ્રો હોય છે. બાળપણમાં, તમે તેમના દ્વારા જોવાની રમત ઘણી રમી હશે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ કોઈ કારણ છે?
બિસ્કિટ પર શા માટે છિદ્રો છે?
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, નમકીન બિસ્કિટ પર જોવા મળતા આ છિદ્રો એમ જ નથી હોતા. તેનો હેતુ બિસ્કીટને સુંદર દેખાવાનો નથી પરંતુ તેની પાછળ એક મહત્વનું કારણ છે. આ કાણાં બિસ્કીટને પકવવામાં મદદ કરે છે. આ છિદ્રોને ડોકર્સ કહેવામાં આવે છે, જેના દ્વારા લોટમાંથી હવા પસાર થતી રહે છે અને બિસ્કિટ ફૂલતા નથી પરંતુ સપાટ, ક્રન્ચી અને સમાન રહે છે. લોટમાં હવાના પરપોટા બનતા નથી અને તેનું સ્ટ્રક્ચર જળવાઈ રહે છે.
ડિઝાઈનર કિનારી પાછળ શું છે કારણ?
આટલું જ નહીં, બ્રિટનમાં પોપ્યુલર રિટ્સ નામના નમકીન બિસ્કિટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડિઝાઇનર કિનારી પણ એમજ બનાવવામાં નથી આવતી. પરંતુ, તેનું એક ખાસ કાર્ય હોય છે. આ ડિઝાઈનર કિનારીઓથી વસ્તુના પીસ કાપી શકાય છે. બિસ્કીટને પોતાની પસંદગીનુી વસ્તુ પર બેથી ત્રણવાર રોલ કરવાથી સરળતાથી તેના ટુકડા થઈ જાય છે. જેને તમે બિસ્કિટની સાથે ખાઈ શકો છો. લોકોએ જ્યારે આ ફંક્શન વિશે જાણ્યુ તો તેઓ ચોંકી ગયાં. કારણકે, તેમની પૂરી જીંદગી આ જાણકારી વિના જ નીકળી ગઈ હતી.