ગરમ પ્રકૃતિના અજમાના પાન અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. આપણે તેનો ઉપયોગ મસાલા, ઉકાળો, પાણીમાં ઉકાળીને પીવાથી, અથાણાંની સુગંધ અને સ્વાદ વધારવા, પાચક ગોળીઓ, સૂપ વગેરે બનાવવામાં કરીએ છીએ.
અજમાને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે અનેક ગુણોથી ભરપૂર છે. અજમાની સાથે તેના પાંદડા પણ ગુણોથી ભરપૂર છે. તેના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી, ઉધરસ જેવા રોગોમાં રાહત મળે છે. એટલું જ નહીં, તેમાં રહેલું થાઇમોલ નામનું તત્વ આપણા ચેપને દૂર કરવામાં મદદ કરે છે.