
વિવાદોની વચ્ચે સરકારે લીધો મોટો ર્નિણય.કેરળની સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી.કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે.કેરળમાં હવે વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં હિજાબ પહેરીને જઈ શકશે. એક વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો હતો જેને લઈને રાજ્યમાં મોટા પાયે વિવાદ થયો હતો. જાેકે હવે આ વિવાદ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં શાળામાં હવે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની અનુમતિ આપી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને શાળામાં હિજાબ પહેરવાની છૂટ આપી છે.
કેરળના શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલની દરેક મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ સાથે ભણવાની પરવાનગી આપી છે. શિવનકુટ્ટીએ કહ્યું કે કેરળ સરકાર ધર્મનિરપેક્ષ મૂલ્યોને વધારો આપે છે. જેથી એવી કોઈ પણ વિદ્યાર્થીનીને ભણતા રોકવામાં નહીં આવે જેમણે હિજાબ પહેર્યો હશે. વિદ્યાર્થીનીઓને આવી કઠોર પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. થોડાક દિવસ પહેલા કોચ્ચિની એક સ્કૂલમાં આઠમા ધોરણની વિદ્યાર્થીની હિજાબ પહેરીને આવી હતી જેને લઈને ભારે વિવાદ થયો હતો. સ્કૂલનું કહેવું હતું કે તે ડ્રેસમાં ન હતી. જેથી તેને અંદર આવવાની પરવાનગી આપવામાં ન આવી શકે. જેથી વિદ્યાર્થીનીના માતા-પિતાએ આ વાતનો વિરોધ કર્યો કહ્યું કે આ તેમનો ધાર્મિક ડ્રેસ છે જેને તે ઉતારી નહીં શકે. આ મુદ્દે પછી ભારે વિવાદ થયો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સ્કૂલમાં ૨ દિવસની રજા આપવામાં આવી હતી.
જાેકે આ વિવાદોની વચ્ચે હવે કેરળની સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને શાળામાં હિજાબ સાથે અભ્યાસ કરવા માટે છૂટ આપી દીધી છે. જેથી આ મુદ્દો હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.




