
ભાજપ સરકારનો મહત્ત્વનો ર્નિણય મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ મુખ્યમંત્રી મોહન યાદવે નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના નિયમનું પાલન નહીં કરવું પડશે. મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું છે. મુખ્યમંત્રી યાદવે સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી એ નિયમ હટાવવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત સરકારી નોકરીઓ માટે મહત્તમ બે બાળકોની મર્યાદા નક્કી કરવાની જાેગવાઈ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી મોહન યાદવે સત્તાવાર પોર્ટલ પરથી આ ડ્રાફ્ટને તાત્કાલિક હટાવવા માટે કહ્યું છે. જાેકે, આ નિયમ રાજ્યમાં ઘણો જૂનો છે. વર્ષ ૨૦૦૧માં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાેગવાઈ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત, બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતાં ઉમેદવારોને સીધી ભરતી કે સરકારી વિભાગોમાં નિમણૂક માટે અયોગ્ય જાહેર કરવામાં આવતા હતા.
મધ્ય પ્રદેશમાં વર્ષ ૨૦૦૧માં લાગુ કરવામાં આવેલા નિયમ પ્રમાણે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ પછી બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતા લોકો સરકારી નોકરી માટે પાત્ર ગણાતા નહોતા. આ ઉપરાંત એમપી સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ ૧૯૬૫ હેઠળ બે કરતાં વધુ બાળકો હોવા એ સરકારી કર્મચારીઓ માટે કદાચાર માનવામાં આવતું હતું.
મુખ્યમંત્રી મોહન યાદવે આ મુદ્દા પર અત્યાર સુધીના તમામ નિયમોને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે આ અંગેનો એક નવો ડ્રાફ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે.
વાસ્તવમાં મધ્ય પ્રદેશમાં સેવાની સામાન્ય શરતોના નિયમો ૨૦૨૬નો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર સામાન્ય જનતા પાસેથી ૧૫ જૂન સુધી સૂચનો માગવામાં આવ્યા હતા. આ ડ્રાફ્ટમાં લાવવામાં આવેલા કેટલાક નવા નિયમોની સાથે બાળકોની મર્યાદાવાળા જૂના નિયમને પણ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે મોહન યાદવ સરકારે તેને ખતમ કરવાનો આદેશ આપી દીધો છે.





