
જહાજાે અખાતી દેશોમાંથી ભારત પરત આવી રહ્યાં હતા ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજાે, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં હાલમાં ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં વિદેશી જહાજમાં કામ કરતાં ત્રણ ભારતીયોના મોત નિપજ્યા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ઘને પગલે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં ઈરાન, ઓમાન તથા તેને સંલગ્ન આસપાસના અન્ય દરિયાઈ વિસ્તારોમાં ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજાે અને ૧,૧૦૯થી વધુ ખલાસીઓ મધદરિયે અટવાઈ પડ્યાં છે.
મધદરિયે અટવાઈ પડેલાં આ જહાજાે પેકીના કેટલાંક ક્રૂડ ઓઈલ તથા એલએનજી લઈ ભારતના બંદરો તરફ આવી રહ્યાં છે. જ્યારે અન્ય જહાજાે અખાતી દેશોમાંથી અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ ભારત આવી રહ્યાં છે. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તમામ શિપિંગ કંપનીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં વિદેશી જહાજમાં કામ કરતાં ત્રણ ભારતીયોના મોત નિપજ્યાં છે. શિપિંગ ક્ષેત્ર સંકળાયેલ વિવિધ વિભાગો વચ્ચે ત્વરીત સંકલન માટે શિપિંગ મંત્રાલય દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરાઈ છે. જેથી કટોકટીની કોઈ પણ સ્થિતિમાં ત્વરિત ર્નિણય લઈ શકાય તથા ભારતીય નાવિકો તથા તેમના પરિવારજનોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ બનાવી શકાય.




