કર્મચારીઓ માટે બોસની અનોખી ભેટ GTA ૬ ગેમ રમવા માટે ભારતીય કંપનીએ આખી ઓફિસને રજા આપી સામાન્ય રીતે કંપનીઓ કર્મચારીઓની રજા અને કામના કલાકોને લઈને નિયમો બનાવે છે, પરંતુ ગેમિંગ માટે આખી ટીમને રજા આપવાનો ર્નિણય અલગ જ છે વર્તમાન સમયમાં ઓફિસ કલ્ચરથી કર્મચારીઓ કંટાળી રહ્યાં છે. સતત કામ કરવા છતાં પણ જાે કર્મચારીઓને એક દિવસની રજા લેવા માટે વલખા મારવા પડે છે. ત્યારે એક ભારતીય કંપનીએ પોતાના કર્મચારીઓ માટે એવો ર્નિણય લીધો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. દુનિયાભરમાં ચર્ચિત વીડિયો ગેમ Grand Theft Auto VI (GTA 6) રમવા માટે કંપનીએ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ આખી ટીમને રજા આપવાની જાહેરાત કરી છે. કંપનીના આ અનોખા ર્નિણયથી કર્મચારીઓ ખુશ છે અને સોશિયલ મીડિયા પર લોકો પણ CEO ના વખાણ કરી રહ્યા છે.ભારતની ઇન્ટિરિયર ડિઝાઇન કંપનીInde by ChairsCarte એ પોતાના કર્મચારીઓને આ ખાસ ભેટ આપી છે. કંપનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખાસ રજાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ રજા માત્ર કાયમી કર્મચારીઓ પૂરતી નથી. કંપનીમાં કામ કરતા ઇન્ટર્ન્સ (Interns) અને ળીલાન્સર્સ ને પણ આ દિવસની રજા આપવામાં આવશે. એટલે કે ઓફિસની આખી ટીમ ઘરે રહીને પોતાની મનપસંદ ગેમનો આનંદ માણી શકશે.કંપનીના ફાઉન્ડર અને CEO કિશોર શણમુગમના જણાવ્યા અનુસાર, તેમની ટીમના મોટાભાગના સભ્યો GTA Vice City અને GTA V જેવી ગેમ્સ રમતા મોટા થયા છે. કર્મચારીઓ છેલ્લા ૧૩ વર્ષથી GTA ની નવી ગેમની રાહ જાેઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં કંપનીનું એવું માનવું છે કે GTA 6 નું આગમન ટીમ માટે કોઈ સામાન્ય દિવસ નથી. આ ગેમ સાથે કર્મચારીઓની ઘણી યાદો અને લાગણીઓ જાેડાયેલી છે. તેથી કંપનીએ નક્કી કર્યું કે આ ખાસ દિવસ કર્મચારીઓ ઓફિસના કામને બદલે ગેમ રમવામાં અને મનોરંજન કરવામાં પસાર કરી શકે.કંપનીના આ ર્નિણય બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ CEO ના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કર્મચારીઓની પસંદગી અને ખુશીને સમજનારા બોસ ખરેખર ખાસ હોય છે. સામાન્ય રીતે કંપનીઓ કર્મચારીઓની રજા અને કામના કલાકોને લઈને નિયમો બનાવે છે, પરંતુ ગેમિંગ માટે આખી ટીમને રજા આપવાનો આ ર્નિણય અલગ જ છે. આ કારણે Inde by ChairsCarte ની આ જાહેરાત ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.




