ખાનગી વાહનોને કમાણીની નવી તક પ્રાઈવેટ બાઇક-સ્કૂટર હવે રેપિડો-ઓલા જેવી બાઇક ટેક્સી બની શકશે નીતિન ગડકરીની રાજ્યોને મંજૂરી આપવાની અપીલ, ૧૫થી ૨૦ કરોડ લોકોને રોજગારી મળવાની શક્યતા વ્યક્ત કરી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશની તમામ રાજ્ય સરકારોને એક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ખાનગી (પ્રાઈવેટ) રીતે રજિસ્ટર્ડ થયેલી બાઈક અને સ્કૂટરના માલિકોને રેપિડો, ઉબેર અને ઓલા જેવા એગ્રીગેટર પ્લેટફોર્મ મારફતે બાઈક ટેક્સી ચલાવવાની મંજૂરી આપવી જાેઈએ. નીતિન ગડકરીના મતે, આ ર્નિણયથી દેશના લાખો ટુ-વ્હીલર માલિકોને વધારાની આવક અને રોજગારીની નવી તકો મળશે, જ્યારે શહેરી વિસ્તારોમાં મુસાફરોને ઓછા ખર્ચે અવરજવર માટે એક સરળ અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે.‘રાઈડ: એ શોકેસ ઓફ એગ્રીગેટર એન્ડ ડિલિવરી સર્વિસીસ’ કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ રાજ્ય પરિવહન કમિશનરોને કેન્દ્ર સરકારની ‘મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ ૨૦૨૫’નો અમલ કરવા માટે ખાસ આગ્રહ કર્યાે હતો. તેમણે માહિતી આપી હતી કે આ સંદર્ભમાં તેમણે તમામ રાજ્યોને પત્રો લખ્યા છે અને પરિવહન કમિશનરો સાથે સીધી વાતચીત પણ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જુલાઈ ૨૦૨૫માં જાહેર કરાયેલા આ દિર્શાનિદેશો રાજ્યોને મોટર વાહન અધિનિયમની કલમ ૬૭(૩) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ખાનગી ટુ-વ્હીલર વાહનોને પેસેન્જર સેવાઓ આપવાની પરવાનગી આપવાનો અધિકાર આપે છે.કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે જાે આ પહેલ દ્વારા ૧૫થી ૨૦ કરોડ લોકોને આજીવિકા અને રોજગારીની તકો પ્રાપ્ત થાય, તો દેશમાંથી ગરીબી, બેરોજગારી અને સામાજિક-આર્થિક પછાતપણાને દૂર કરવામાં મોટી મદદ મળી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વધારાની આવકથી સામાન્ય લોકોની જીવનશૈલીમાં સુધારો થાય છે, બાળકોનો અભ્યાસ સરળ બને છે અને પરિવારોને રહેવા માટે સારી સુવિધા મળી રહે છે. આ ઉપરાંત, ભીડભાડવાળા શહેરોમાં સસ્તું પરિવહન વધવાથી ટ્રાફિકનું ભારણ અને વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવામાં પણ મોટી સહાય મળશે.ગડકરીએ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ જાહેર થઈ હોવા છતાં વિવિધ રાજ્યોમાં તેનો અમલ હજુ ઘણો મર્યાદિત છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં માત્ર રાજસ્થાને જ આ નિયમોને સંપૂર્ણપણે લાગુ કર્યા છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશે આ દિશામાં આંશિક પગલાં ભર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્રના દિર્શાનિદેશો દેશભરમાં આપમેળે લાગુ થતા નથી, તેથી આ માટે સંબંધિત રાજ્ય સરકારોની મંજૂરી અત્યંત જરૂરી છે.નવા સુધારેલા એગ્રીગેટર માળખામાં મુસાફરોની સુરક્ષાની સાથે સાથે વાહનચાલકોના કલ્યાણ માટે પણ ખાસ જાેગવાઈઓ કરવામાં આવી છે. આ નિયમો મુજબ, મુસાફરીના કુલ ભાડામાં ચાલકોને ઓછામાં ઓછો ૮૦ ટકા હિસ્સો મળવો જાેઈએ. આ ઉપરાંત, ચાલકો માટે સ્વાસ્થ્ય અને ટર્મ વીમા સુરક્ષા, એકસાથે વિવિધ પ્લેટફોર્મ પર કામ કરવાની સ્વતંત્રતા અને ફરિયાદ નિવારણ તંત્ર જેવી મહત્ત્વની વ્યવસ્થાઓ પણ આ ગાઈડલાઈન્સમાં સામેલ કરવામાં આવી છે.




