
ભારતીય ઉદ્યોગપતિનો વીડિયો વાઇરલ.અબજાેપતિ હોવા છતાં જાહેર બસમાં મુસાફરી.ભારતીય અબજાેપતિ અને લુલુ ગ્રુપના માલિક એમ એ યુસુફ અલીનો યુએઈમાં બસમાં મુસાફરી કરતો એક વીડિયો સામે આવ્યો.ભારતીય અબજાેપતિ અને લુલુ ગ્રુપના માલિક એમ એ યુસુફ અલીનો યુએઈમાં બસમાં મુસાફરી કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. એક ન્યૂઝના અહેવાલમાં લખ્યું છે કે, આ વીડિયો સજ્જાદ ફરદોસ નામના યુઝરે ટિકટોક પર પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં જાેઈ શકાય છે કે યુસુફ અલી બસમાં ચઢે છે અને ડ્રાઈવર સાથે વિનમ્રતાથી હાથ મિલાવે છે. આ પછી યુસુફ અલી ડ્રાઈવરને હિન્દીમાં પૂછે છે, કેસે હૈં? ઠીક હૈં? આ વીડિયોને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો, ત્યારબાદ તે ઈન્ટરનેટ પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં યુઝર્સ લખી રહ્યા છે કે યુસુફ અલી સૌથી વિનમ્ર વ્યક્તિ છે. એક વીડિયોની કોમેન્ટમાં એક યુઝરે લખ્યું છે, તે ખૂબ જ વિનમ્ર વ્યક્તિ છે. એકવાર તેમણે રણમાં નમાઝ પઢવા માટે પોતાની મ્સ્ઉ કાર રોકી અને મારી પાસે નમાઝ પઢવા માટે ચટાઈ માંગી જે મારી પાસે ન હતી. તેમણે કાર્ડબોર્ડના કેટલાક ટુકડા લીધા અને તેના પર નમાઝ પઢી અને પછી જતા રહ્યા.
યુસુફ અલીએ પોતાના થોડા દિવસો પહેલા જ પોતાના જીવનની બીજી એક યાદગાર ક્ષણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે તેમને પોતાની પુસ્તક Lessons from Life: Part I આપી હતી. આ પુસ્તક પર દુબઈના શાસકે ઓટોગ્રાફ આપ્યો હતો. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ છે.
પુસ્તકની તસવીર પોસ્ટ કરતાં યુસુફ અલીએ લખ્યું હતું, હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ, યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી અને દુબઈના શાસક,નો અત્યંત આભારી છું કે તેમણે મને લેટેસ્ટ બુક Lessons from Life: Part I ની કોપી ઓટોગ્રાફ સાથે મોકલી. મને ખાતરી છે કે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ મહામહિમની જિંદગીમાંથી ઘણું બધું શીખી શકે છે.
ઉલ્લેખનીય છે કે એમ એ યુસુફ અલી લુલુ ગ્રુપના માલિક છે. આ ગ્રુપના ભારત અને ખાડી દેશોમાં ૨૫૬ હાઇપરમાર્કેટ અને મોલ છે. ફોર્બ્સ અનુસાર, એમ એ યુસુફ અલીની કુલ સંપત્તિ ૫.૯ બિલિયન યુએસ ડોલરથી વધુ છે.




