
ગળા અને છાતીના ભાગે દાઝ્યો બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં લગાવેલું બ્લૂટૂથ નેકબેન્ડ ફાટ્યું તેને ઈયરફોનના નીચલા ભાગમાં થોડું ગરમ-ગરમ લાગ્યું, ઈયરફોનમાં બ્લાસ્ટ થયો અને તેના કપડામાં આગ લાગી ઉનાળાના દિવસોમાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની ચેતવણી આપતી એક ભયાનક ઘટના બિહારના છપરા શહેરમાં બની છે.
છપરા શહેરમાં બાઇક પર જઈ રહેલા એક યુવકના ગળામાં વીંટળાયેલા બ્લૂટૂથ નેકબેન્ડ ઇયરફોનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તે ગળાના ભાગે અને છાતીના ભાગે દાઝી ગયો હતો.
મળતી મહિતી અનુસાર, છપરાના કટહરી બાગ વિસ્તારના આર્ય નગરનો રહેવાસી ઘનશ્યામ મિશ્રા નામનો યુવક લહલાદપુર બજારમાં પોતાનું કામ પતાવીને છપરા પરત ફરી રહ્યો હતો. દરરોજની જેમ તેમણે બાઇક ચલાવતી વખતે ગળામાં બ્લૂટૂથ નેકબેન્ડ (બ્લૂટૂથ ઈયરફોન) લગાવેલો હતો. છપરા શહેરથી લગભગ ૪ કિલોમીટર પહેલા તેને ઈયરફોનના નીચલા ભાગમાં થોડું ગરમ-ગરમ લાગ્યું. જાેકે, તે કંઈ સમજે તે પહેલા જ ઈયરફોનમાં બ્લાસ્ટ થયો અને તેના કપડામાં આગ લાગી.
ગભરાયેલા ઘનશ્યામે તરત જ બાઇકને સાઇડમાં ઉભી રાખી દીધી. આસપાસના લોકોએ તેની મદદ કરી અને સળગતા કપડાનો ભાગ ફાડીને અલગ કર્યો. આ દુર્ઘટનામાં યુવક ગળા અને છાતીના ભાગે દાઝી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને છપરાની હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો, જ્યાં ડોક્ટરે તેની સારવાર કરી અને ઘરે મોકલ્યો હતો.
આ ઘટનાએ આવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરતા લોકોની ચિંતા વધારી દીધી છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર કૈલાશ કુમારે જણાવ્યું કે, વધારે તાપમાનની સૌથી વધારે અસર બેટરીથી ચાલતી વસ્તુઓ પર પડે છે. સતત બ્લૂટૂથ કનેક્ટ રહેવાથી, ગરમ વાતાવરણ અને બેટરીના ઓવરહીટ થવાના કારણે બ્લાસ્ટ જેવી ઘટના થઈ શકે છે. તેમણે લોકોને સલાહ આપી કે ગરમીના માહોલમાં મોબાઈલ, બ્લૂટૂથ ઈયરફોન, પાવર બેંક અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જાેઈએ.





