
સમજાે પૂરું ગણિત ઈન્કમ ટેક્સમાં રાહત ન મળી, છતાં તમારા ખિસ્સાનો ભાર ઓછો થશે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ માત્ર ટેક્સને ઘટાડવાનો નથી પરંતુ તેને ભરવાની રીત પણ સરળ બનાવવાનો છે.
બજેટ ૨૦૨૬ને લઈને હાલ દરેક જગ્યાએ ચર્ચા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર હાલ આ વર્ષના બજેટને લઈને અલગ અલગ મીમ્સ જાેવા મળી રહ્યા છે. જાેકે સરકારે આ વખતે બજેટમાં ટેક્સ ભરવાના નિયમો એટલા સરળ બનાવી દીધા છે કે ટેક્સ ભરવો કોઈના માટે પણ માથાનો દુખાવો નહીં રહે. ટેક્સ પર છૂટની સીમા અને સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. સરકારનો ઉદ્દેશ માત્ર ટેક્સને ઘટાડવાનો નથી પરંતુ તેને ભરવાની રીત પણ સરળ બનાવવાનો છે.
વૃદ્ધો માટે મળતી છૂટમાં સીમા વધારવી, વિદેશી શિક્ષણ અને ઇલાજને સસ્તું કરવું દરેક મુદ્દાઓને બજેટમાં ધ્યાનથી રાખવામાં આવ્યા છે. ટેક્સ સુધારો અર્થવ્યવસ્થાને મજબૂત તો કરશે સાથે જ લોકોને ઇમાનદારીથી ટેક્સ ભરવા માટે ઉત્સાહિત પણ કરશે. કારણકે હવે નિયમો અને સમયસીમા બંન્ને ટેક્સ ભરનારાના હાથમાં છે.
સરકારે આ બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી કર્યો. જેના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જૂના રીજિમમાં ૪ લાખ અને નવા રીજિમમાં ૧૨ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જ રહેશે. જેથી જાે તમે જૂના રિજીમમાં છો તો વાર્ષિક આવક ૪ લાખ હશે તો તમને ૫ ટકા ટેક્સ ભરવો પડશે જ્યારે નવા રીજિમમાં કોઈ ટેક્સ નહીં ભરવો પડે. જ્યારે નવા રીજિમમાં ૪ થી ૮ લાખ રૂપિયા સુધીની કમાણી પર માત્ર ૫ ટકા ટેક્સ લાગશે. દાખલા તરીકે જાે કોઈ વ્યક્તિ ૬ લાખ કમાય છે તો તેણે માત્ર ૧૨ હજાર ટેક્સ આપવો પડશે જે પહેલાની સરખામણીએ ઘણો ઓછો છે, એટલે કે જૂના રીજિમમાં આ સ્લેબ ૨૦ ટકા ટેક્સ લાગતો હતો. જાેકે નવા ટેક્સ રીજિમમાં સરકાર તરફથી ૪-૮ લાખના સ્લેબનો ૫ ટકા ટેક્સ અને ૮-૧૨ લાખ પર સ્લેબનો ૧૦ ટકા ટેક્સ સરકાર દ્વારા ૮૭છ અંતર્ગત માફ કરવામાં આવે છે. જેથી નવા રીજિમમાં ૧૨ લાખ સુધીની આવક પર તમને કોઈ ટેક્સ લાગતો નથી.
મહત્વના મુદ્દાઓ સીનિયર સિટિઝનને થતો ફાયદો: આ વખતે ટેક્સમાં વૃદ્ધોની ટીડીએસની સીમાને ૫ હજારથી વધારીને ૧ લાખ કરી દેવામાં આવી છે. જેથી વૃદ્ધો પોતાની પેન્શનની મોટા ભાગની રકમ પોતાને માટે ખર્ચી શકશે.
ભાડું ભરવામાં ફાયદો: જાે તમે વર્ષે ૬ લાખ રૂપિયા સુધીનું ભાડું ભરો છો તો હવે ટીડીએસ નહીં કપાય. પહેલા ૨.૪ લાખ સુધીની લિમિટ રાખવામાં આવી હતી.
બે ઘર પર ટેક્સ છૂટ: જાે તમે ૨ ઘરમાં રહો છો તો કોઈ પણ શરત વગર બંન્ને ઘરની વેલ્યૂ પર ટેક્સ છૂટ મળશે. પહેલા આ સુવિધા માત્ર એક ઘર સુધી સીમિત હતી.
ભૂલ સુધારવા વધારાનો સમય: અપડેટેડ ટેક્સ રિટર્ન ભરવાનો સમય વધારીને ૪ વર્ષ કરી દેવામાં આવ્યો છે. જાે રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ તો તેને સુધારવા માટે તમને પર્યાપ્ત સમય મળશે. સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ૩૬ જીવન રક્ષક દવાઓને પૂરી રીતે ટેક્સ ફ્રી કરી દીધી છે. આ સિવાય કેન્સર અને દુર્લભ બિમારીઓ પર પણ ૩૭ દવાઓ પર ભારે છૂટ આપવામાં આવી છે. જેનાથી ગંભીર બિમારીઓનો ઇલાજ સસ્તો થઈ શકશે છે.
આ સિવાય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સ અને નાના કારોબારોના નિયમોને પણ સરળ કરવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ્સમાં શરૂઆતની ૫ વર્ષની ટેક્સ છૂટને વધારવામાં આવી છે. સાથે ચેરિટી ટ્રસ્ટના રજિસ્ટ્રેશનની લિમિટને ૫ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરી દેવામાં આવી છે. આ બદલાને કારણે કાગળો પર થતી કાર્યવાહીની ઝંઝટ ખતમ થશે અને લોકો પોતાના કામ પર ધ્યાન આપી શકશે.




