
સરકારી કર્મચારીઓ-પેન્શનધારકોને દિવાળી ભેટ મળી.દિવાળીના તહેવાર નિમત્તે કર્મચારીઓનો પગાર વહેલો થશે.૧૪, ૧૫, ૧૬ ઓક્ટો. દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૦ ઓક્ટોબરના રોજ છે. જેથી સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવામાં આવી છે.
કર્મચારીઓનો પગાર અને તેમનું પેન્શન દિવાળી પહેલાં જ આપી દેવામાં આવશે. જેથી કર્મચારીઓની દિવાળી આ વખતે સુધરી ગઈ છે. સરકાર દ્વારા આગામી ૧૪, ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે.
સરકાર દ્વારા કર્મચારીઓનો પગાર સામાન્ય રીતે પછીના માસમાં થતો હોય છે. જાેકે આ વખતે દિવાળી હોવાથી સરકારે કર્મચારીઓને રાહત આપી છે. આ મુદ્દે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારે જણાવ્યું છે કે કર્મચારીઓનો પગાર વહેલા ચૂકવવા આદેશ આપ્યો છે.
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા ૧૯ ઓક્ટોબરથી લઈને ૨૬ ઓક્ટોબર સુધીની રજા પણ જાહેર કરવામાં આવી છે. એટલે કે સરકારી કર્મચારીઓને ૮ દિવસની રજા આપવામાં આવી છે. ૨૧ અને ૨૪ ઓક્ટોબરના રજાના બદલે ૮ નવેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે સરકારી કચેરીઓ, કોર્પોરેશનો અને પંચાયતમાં આ રજાઓ લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે ૨ દિવસ અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ જે કર્મચારીઓ છઠ્ઠા પગારપંચનો લાભ મેળવી રહ્યા છે તેમના ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થું ૩ માસ એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળાનું ચુકવવામાં આવશે.




