
Supreme Court: રાજ્યપાલ આરએન રવિએ કે પોનમુડીને મંત્રી તરીકે નિયુક્ત કરવાનો ઇનકાર કર્યો છે. જે બાદ તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટ રાજ્યપાલના નિર્ણય સામે તમિલનાડુ સરકારની અરજીને સૂચિબદ્ધ કરવા માટે સંમત થઈ છે.
રાજ્યપાલ પાસે રાજીનામાની માંગ
તમિલનાડુના ગવર્નર આરએન રવિએ કે. પોનમુડીને મંત્રી તરીકે સામેલ કરવાનો ઇનકાર કર્યા પછી, સોમવારે ડીએમકેના પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ તેમના પર પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યપાલના રાજીનામાની માંગણી કરી હતી.
