
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં ઇંધણમાં વધી રહેલા ભાવોને લઈને ઘરેલુ LPG ના ભાવમાં વધારા બાદ, મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ પૂરા પાડવામાં આવતા સબસીડીવાળા સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા નવથી ઘટાડીને ચાર કર્યો છે. સરકારે ગરીબ પરિવારો માટે સબસીડી વાળા રસોઈ ગેસ સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા માત્ર ચાર કરતા ગરીબ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવશે.
રવિવારે 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરના રૂપિયા ૨૯ ના ભાવ વધારા બાદ આ નિર્ણય જાહેર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદના નિવેદનમાં આ ઘટાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સરકારી નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ સૌથી વધુ હેરાન થશે. પરંપરાગત રસોઈ ચૂલાઓથી થતા પ્રદૂષણથી બચાવવા માટે મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. અને તેનો ભારે પ્રચાર પણ કર્યો હતો.
સરકારે આ નિર્ણય શા માટે લીધો? તેલ કંપનીઓ દ્વારા થયેલા નુકસાનને લઇ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યની માલિકીની તેલ કંપનીઓ હજુ પણ 14.2 કિલોગ્રામ LPG રિફિલ દીઠ રૂપિયા ૭૦૦/- પેટ્રોલ પર પ્રતિ લીટર રૂપિયા ૬ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂપિયા ૩૦ નું નુકસાન (અંડર-રિકવરી) ભોગવી રહી છે. સબસીડી બિલ માં વધારો: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાંનોંધપાત્ર અસ્થિરતા આવી છે. 2025- 26 માં ઘરેલું LPG પર કુલ નુકસાન રૂપિયા ૬૦૦૦૦ કરોડ થયું હતું. જે પાછલા વર્ષમાં રૂપિયા ૪૧,૩૩૮ કરોડ હતું. આ નુકસાનને સરભર કરવા માટે કેન્દ્રીય મંત્રી મંડળે તેલ કંપનીઓ માટે
રૂપિયા 30,000 કરોડના વળતરને મંજૂરી આપી હતી. આ વધતાં બજેટ બોજને સંચાલિત કરવા માટે સરકારે સબસીડી નો અવકાશ ઘટાડયો છે.
ઉજ્જવલા યોજના અને સરેરાશ વપરાશ ડેટા પર આધારિત તર્ક: સરકારનો દાવો છે કે દર વર્ષે ચાર સિલિન્ડરની મર્યાદા ઉજજવલાના પરિવારોના સરેરાશ વપરાશ સાથે ગાઢ રીતે સુસંગત છે.





