
કેન્દ્ર સરકારે ફીમાં કર્યો વધારો હવે નવો પાસપોર્ટ બનાવવો પડશે વધુ મોંધો નવા અથવા ફરીથી જારી કરાયેલા ૩૬ પાનાના પાસપોર્ટ માટેની સ્ટાન્ડર્ડ ફી રૂપિયા ૧,૫૦૦ થી વધારીને રૂપિયા ૨,૫૦૦ કરવામાં આવી છે હવે તમે વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છો અથવા નવો પાસપોર્ટ મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારે કરેલ એક એવો ર્નિણય તમારા આ આયોજનને અસર કરી શકે છે. આગામી ૧ જુલાઈ, ૨૦૨૬ થી પાસપોર્ટ મેળવવાનું મોંઘુ થશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં સુધારાના ભાગ રૂપે ફી વધારવાનો ર્નિણય લીધો છે. પાસપોર્ટ નિયમો, ૧૯૮૦ માં સુધારો કરીને, સરકારે પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજાે માટેની ફીમાં વધારો કર્યો છે. સુધારેલા શુલ્ક ભારતના ગેઝેટ (અસાધારણ) માં સૂચિત કરવામાં આવ્યા છે. નવી ફી અનુસૂચિ ૈંફ માં સૂચિબદ્ધ છે. હવે તમારે ‘સામાન્ય’ અને ‘તત્કાલ’ પાસપોર્ટ બંને માટે વધુ ચાર્જ ચૂકવવા પડશે. સરકારી સૂચના અનુસાર, નવા અથવા ફરીથી જારી કરાયેલા ૩૬ પાનાના પાસપોર્ટ માટેની સ્ટાન્ડર્ડ ફી રૂપિયા ૧,૫૦૦ થી વધારીને રૂપિયા ૨,૫૦૦ કરવામાં આવી છે. એટલે કે નવા પાસપોર્ટ માટે અરજી કરનારા અરજદારોએ હવે વધારાના રૂપિયા ૧,૦૦૦ ખર્ચ કરવા પડશે. દરમિયાન, ‘તત્કાલ’ સેવા પસંદ કરનારાઓએ રૂપિયા ૩,૫૦૦ ને બદલે રૂપિયા ૫,૦૦૦ ચૂકવવા પડશે. આ શ્રેણી માટેની ફી રૂપિયા ૧,૫૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.
વધુમાં, ૬૦ પાનાના પાસપોર્ટ કે જેનો ઉપયોગ વારંવાર વિદેશ પ્રવાસ કરતા ભારતીય પ્રવાસીઓ દ્વારા કરવામાં આવે છે. તેવા પાસપોર્ટ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ પાસપોર્ટ માટેની અરજી માટેની ફી રૂપિયા ૨,૦૦૦ થી વધારીને રૂપિયા ૩,૫૦૦ કરવામાં આવી છે. જ્યારે ‘તત્કાલ’ પાસપોર્ટ માટેની અરજી માટેની ફી રૂપિયા ૪,૦૦૦ થી વધારીને રૂપિયા ૬,૦૦૦ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે લોકોએ પાસપોર્ટ માટે પણ વધુ ખર્ચ કરવો પડશે.





