
નીતા અંબાણીએ સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ જીવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણીરિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક નવી વિંગનું ઉદ્ઘાટન કર્યું. જેનું નામ JEEVAN ( જીવન ) રાખવામાં આવ્યું છે. જીવનના લોકાર્પણના અવસરે પૂજા પણ કરવામાં આવી. ત્યારે નીતા અંબાણીએ તેમના પિતા રવીન્દ્રભાઈ દલાલને શ્રદ્ધાંજલિ આપી. જીવનના લોકાર્પણમાં નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણી તથા અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આજે જ ફાઉન્ડર ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની પણ જન્મતિથિ છે.
એવામાં આજથી જ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ જીવનના દ્વાર અનેક દર્દીઓ માટે ખૂલ્યા છે. આ અવસરે નીતા અંબાણીએ કહ્યું હતું, કે પપ્પા સૌથી ઉદાર વ્યક્તિ અને કરુણાની મૂર્તિ હતા. હું આ હોસ્પિટલ પપ્પાને સમર્પિત કરું છું. તેમણે તેમના બાળકો અને પૌત્રોમાં સેવાના મૂલ્યો સ્થાપિત કર્યા. આપણે જીવનમાં તેમના સેવા અને કરુણાના મૂલ્યોને જીવંત રાખવા પ્રયાસ કરીશું.




