
રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ.ભારતની વિદેશ નીતિ હવે વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વિદેશ નીતિ બની ગઈ છે અને તેની આપણે અસર પણ જાેઈ રહ્યા છીએ.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૨૫ દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ દેશો એકબીજાના ઊર્જા સ્થળો, ગેસ અને ઓઈલ પ્લાન્ટો પર હુમલાઓ કરી રહ્યા છે. આ કારણે ભારતમાં એલપીજી અને ગેસની અછત ઉભી થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સંકટની અસર ભારતમાં જાેવા મળ્યા બાદ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાનની વિદેશ નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કેન્દ્ર સરકરાનીક વ્યૂહનીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની વિદેશ નીતિ હવે વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વિદેશ નીતિ બની ગઈ છે અને તેની આપણે અસર પણ જાેઈ રહ્યા છીએ. ભારતની વિદેશ નીતિ એક મજાક બની ગઈ છે. આખી દુનિયા તેને મજાક માની રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનો પણ રાહુલે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ સાંસદે ચેતવણી સાથે કહ્યું કે, ‘પીએમ મોદી સંપૂર્ણ ટ્રમ્પના નિયંત્રણમાં છે. ટ્રમ્પને સંપૂર્ણ ખબર છે કે, પીએમ મોદી શું કરવાના છે અને શું નથી કરવાના. જાે વડાપ્રધાનની સ્થિતિ નબળી પડીતો દેશની વિદેશ નીતિ પણ નબળી પડી જશે.’ વડાપ્રધાન મોદીએ સંસદમાં આપેલા ભાષણ મુદ્દે રાહુલે કહ્યું કે, ‘અમેરિકા સાથે વેપાર સમજૂતી કરી દીધી, કાલે સંસદમાં અર્થહીન ભાષણ આપ્યું, જેમાં વડાપ્રધાન તરીકે કોઈપણ ચોક્કસ વલણ જાેવા મળ્યું નથી.’
તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના આ ભાષણોના કારણે સામાન્ય નાગરિકોએ મુશ્કેલી સામનો કરવો પડશે, જેમ કે એલપીજી અને પેટ્રોલની વધતી કિંમતો. રાહુલ ગાંધીએ યાદ અપાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્તમાન સ્થિતિને કોરોના સાથે જાેડીને રજૂ કરી છે, જાેકે તેમણે એ કહ્યું નથી કે, કોવિડ વખતે કેટલા લોકોના મોત થયા અને કેટલી સમસ્યાઓ થઈ.’
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કેરળમાં કાર્યક્રમ હોવાના કારણે તેઓ સર્વપક્ષીય બેઠકમાં આવી નહીં શકે. તેમણે આક્ષેપ કર્યો કે, બેઠકમાં માળખાગત ભૂલ થઈ છે, તેમાં સુધારો થઈ શકતો નથી. વડાપ્રધાન અમેરિકા અને ઈઝરાયલના નિર્દેશ મુજબ કામ કરે છે, તેઓ દેશ અને ખેડૂતોના હિતમાં ર્નિણય લેતા નથી. આવી સ્થિતિ દેશ અને નાગરિકો માટે ચિંતાનો વિષય છે.





