
સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો? આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાની આગવી માન્યતાઓ હોય છે, જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દ્રષ્ટિકોણથી ન જાેવી જાેઈએ.
એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે શાકાહારી મંદિરોમાં નોનવેજ લઈ જવાની મનાઈ હોય છે, તેવી જ રીતે સબરીમાલાની પરંપરાઓ પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે જાેડાયેલી છે. વ્યક્તિને બંધારણીય રીતે ગમે તે ખોરાક લેવાની છૂટ હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાની જીદથી મંદિરની વર્ષો જૂની પરંપરા અને અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે. આમ, તેમણે ધાર્મિક પરંપરાઓને બંધારણીય અધિકારો કરતા અલગ રાખીને જાેવાની અપીલ કરી હતી. ASG નટરાજે દક્ષિણ ભારતના મંદિરોમાં દારૂને પ્રસાદ તરીકે ધરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે, કોઈપણ બહારની અદાલત એ નક્કી ન કરી શકે કે કયા સંપ્રદાયે કઈ પરંપરા પાળવી જાેઈએ. ભલે કોઈ પરંપરા કોઈને સાચી લાગે કે ખોટી, પરંતુ તે ચોક્કસ સંપ્રદાયનો આંતરિક વિષય છે. જાેકે, આ દલીલ સામે જસ્ટિસ જાેયમાલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે, જ્યારે બે જૂથો વચ્ચે માન્યતાઓને લઈને વિવાદ કે ટકરાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે અદાલતની ભૂમિકા અનિવાર્ય બની જાય છે. જાે કોઈ વ્યક્તિ પૂજા કરવાની પદ્ધતિને પડકારે, તો કોર્ટે પુરાવાઓના આધારે દરમિયાનગીરી કરવી પડે છે. આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ મહત્ત્વની દલીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં એવા પણ અનેક મંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. આવી પરંપરાઓને પુરુષોના અપમાન તરીકે જાેવાને બદલે તેને ધાર્મિક માન્યતા અને પરંપરાના ભાગ રૂપે જાેવી જાેઈએ. આમ, સબરીમાલા કેસમાં પરંપરા અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષને લઈને કોર્ટમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે.





