
દેશની હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઓછું કરવાનો આશય.હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ખંડપીઠની અધ્યક્ષતા કરી શકશે: સુપ્રીમ.અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં.સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે હવેથી એડહૉક જજાે સિંગલ અથવા ડિવિઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે. દેશની વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોના ભારણને ઓછું કરવાના આશયથી ઉક્ત ર્નિણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૨૧માં આ મામલે જે ર્નિદેશ આપ્યા હતા, એની શરતોને સ્પષ્ટ કરી આપી છે. અગાઉના ર્નિણયમાં ઠરાવવામાં આવ્યું હતું કે એડહૉક જજાે ખંડપીઠ એટલે કે ડિવીઝન બેંચની અધ્યક્ષતા કરી શકશે નહીં. સુપ્રીમના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીને બેંચે વિવિધ હાઇકોર્ટમાં પૂર્વ ન્યાયમૂર્તિઓને એડહૉક જજ તરીકે નિયુક્ત કરવાનો ર્નિદેશ કેન્દ્ર સરકારને આપ્યો છે. આ માટેની વર્તમાન નીતિમાં સુધાર કરવા અને નવી નીતિ બનાવવાનો ર્નિદેશ કર્યાે છે.
ચીફ જસ્ટિસની બેંચે આદેશમાં નોંધ્યું છે કે,‘જજાે ૬૨ વર્ષે નિવૃત્ત થઇ જાય છે અને આવા અનેક જજાે આપણી પાસે છે. તેમના બહોળા અનુભવનો પેન્ડિંગ કેસોના નિકાલ માટે ઉપયોગ કરી શકાય છે. કેટલાક પૂર્વ જજાેએ આ મામલે મારી સાથે પરામર્શ પણ કર્યાે છે. તેઓ સેવાનિવૃત્ત થયા બાદ પણ કામ કરવા તૈયાર છે. પરંતુ કોઇ ડિવીઝન બેંચમાં તેઓ જુનિયર જજ તરીકે બેસવામાં શરમ અનુભવે છે. એટર્ની જનરલ વેંકટરમણીએ કહ્યું હતું કે આ બાબતને આંતરિક ચર્ચાથી ઉકેલી શકાય છે, ન્યાયિક આદેશની જરૂર નથી. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે,‘જાે બે એડહૉક જજાે હોય તો જેતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમની ખંડપીઠ બનાવવાનો ર્નિણય કરશે. જ્યારે કે એ ર્નિણય અમે જેતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આધિન રાખીએ છીએ કે તેઓ એક વર્તમાન જજ અને એક એડહૉક જજની બેંચ બનાવે અને નક્કી કરે કે બેંચની અધ્યક્ષતા કોણ કરશે.’




