ભાજપનાં નેતાના ૫૦ લાખની લૂંટીને જતા રહ્યા ભાજપનાં દિગ્ગજ નેતાને લૂંટારૂઓએ તેમના જ ફાર્મ હાઉસમાં બરોબરના માર્યા સત્તાધારી પક્ષના નેતાના ફાર્મ હાઉસમાં આવી રીતે લૂંટ થતાં આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે ભાજપના એક નેતા, જેમને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી. સોમવારે તેમણે તે જવાબદારી સ્વીકારી અને રાત્રે આરામ કરવા ફાર્મ હાઉસમાં ગયા. ત્યારે કેટલાક લૂંટારૂઓએ ફાર્મ હાઉસમાં ઘૂસીને નેતાજીને બંધક બનાવી લીધા અને ૫૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. આ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. સત્તાધારી પક્ષના નેતાના ફાર્મ હાઉસમાં આવી રીતે લૂંટ થતાં આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
કાનપુરના ભાજપ નેતા રમેશ યાદવ માટે ૧ ઓક્ટોબરનો દિવસ ખાસ હતો. તેમને ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના મંત્રીની જવાબદારી સોંપી હતી. સોમવારે જ તેઓએ લખનઉમાં પદભાર ગ્રહણ કર્યો હતો અને સાંજે કાનપુર પરત ફર્યા હતા. આખા દિવસની ભાગદોડ બાદ તેઓ શહેરથી લગભગ ૧૫ કિલોમીટર દૂર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં આરામ કરવા ગયા હતા. ત્યારે અડધી રાત્રે કેટલાક લૂંટારૂઓ ફિલ્મી સ્ટાઈલમાં તેમના ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા હતા અને તેમના હાથ-પગ બાંધી દીધા હતા.
લૂંટારૂઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે સૌથી પહેલા રમેશ યાદવના હાથ-પગ બાંધી દીધા. ત્યારબાદ ઘરમાં હાથફેરો કરીને ૫૦ લાખ રોકડા અને કિંમતી સામન ઉઠાવીને ફરાર થઈ ગયા. ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં બનેલી આ ઘટના બાદ આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ખાસ વાત એ છે કે બહાર ઉભેલા ગનરને આ વાતની ભનક પણ ન પડી કે અંદર શું ચાલી રહ્યું છે.
રમેશ યાદવ કાનપુરના સિનિયર નેતા છે. તેઓ ત્રણ વખત બ્લોક પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમની પત્ની શશિ પણ બ્લોક પ્રમુખ રહી ચૂકી છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર બિઠૂર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તાજેતરમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા અને પાર્ટીએ તેમને મહત્વની જવાબદારી પણ સોંપી હતી.
સત્તાધારી પક્ષના નેતાના ઘરે આવી રીતે લૂંટ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસના સિનિયર અધિકારીઓએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હાલ ફાર્મ હાઉસ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. કાનપુર પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. પરંતુ હજુ સુધી પોલીસને લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો નથી.




