બે નેતાઓના સમર્થકો વચ્ચે થઈ જાેડાવાળી લખનઉમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મોટી બબાલ પદભાર ગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ અધ્યક્ષ અજય રાયના સમર્થકો અને મોનાના સમર્થકો વચ્ચે જૂતાં-ચંપલ વડે મારામારી
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના લખનઉ સ્થિત પ્રદેશ કાર્યાલ આજે રવિવારે(૧૧ ઓક્ટોબર) ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. પાર્ટી નવા નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા મોનાના પદભાર સંભાળવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેઓ પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કોઈ મુદ્દાને લઈને આરાધના મિશ્રા અને પૂર્વ અધ્યક્ષ અજય રાયના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. એટલામાં પરિસ્થિતિ ઝડપથી વણસી હતી અને બંને પક્ષો વચ્ચે જૂતાં-ચંપલ વડે મારામારી થઈ હતી. આ બાબલ બાદ પૂર્વ પ્રમુખ અજય રાય પાર્ટીની કાર્યાલયમાં જ ધરણાં પર બેસી ગયા હતા. તેમણે આરાધના મિશ્રાના સમર્થક મમતા ચૌધરી પર ગેરવર્તણૂકનો આરોપ મૂક્યો હતો. જાેકે તેઓ શરૂઆતમાં કાર્યાલયની બહાર નીકળી ગયા હતા, પરંતુ ત્યાં હાજર પ્રમોદ તિવારી અને ઈમરાન મસૂદ જેવા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ તેમને પાછા અંદર આવવા માટે મનાવી લીધા હતા. આ ઘટનાને લઈને અજય રાય અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે.
પાર્ટી કાર્યાલયમાં નવા નિયુક્ત પ્રમુખ આરાધના મિશ્રા મોના પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો અને મુલાકાતીઓનું આવવાનું ચાલુ હતું. તે જ સમયે પૂર્વ પ્રમુખ અજય રાય તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા અને રાયના સમર્થકોએ “અજય રાય ઝિંદાબાદ”ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. અહેવાલ છે કે, આના કારણે આરાધના મિશ્રાના સમર્થકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ અજય રાયના સમર્થકોએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું જણાય છે. જેને લઈને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે નેતાઓના સમર્થકો વચ્ચે જાેડાવાળી થઈ હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સર્જાયેલા વિવાદ વચ્ચે નવા નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા અને ઈમરાન મસૂદે કાર્યકારી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન અંગે વાત કરતા આરાધના મિશ્રાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે INDIA ગઠબંધન રચવામાં આવ્યું છે અને ઉત્તર પ્રદેશ માટેની આગામી રણનીતિ અંગેનું ર્નિણય ઉચ્ચ નેતૃત્વ લેશે.




