
આપણાંમાં કહેવાય છે કે “ઉંધ ના જુએ ઓટલો ને ભૂખના જુએ સૂકો રોટલો” એવું જ કંઈક ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. જાહેર માર્ગની એક બંધ દુકાનના ઓટલે ફૂટપાથ પર પાથરેલી પથારીમાં બેસી કોઈ દયાળુ એ હોટલમાંથી અપાવેલું ભોજન અને પાણીની બોટલ સાથે પોતાની ભૂખ ભાંગતો એક મજૂર આખા દિવસ દરમ્યાન મજૂરી કરી શાંતિપૂર્વક જમીન ઉપર આભ અને નીચે ધરતીની ગોદમાં જ્યારે સુખની નિંદર માણશે ત્યારે સૌથી વધુ ઈર્ષા મને કે તમને નહીં થાય પરંતુ લાખો, કરોડો રૂપિયાના બંગલામાં રહીને એસી રૂમમાં સૂતા અને પડખા ફેરવી ઉંધ લાવવા ઉંધની ગોળીઓ કે ઈન્જેકશન લેનારાઓને જરૂર થતી હશે. આને કહેવાય કુદરતનો કરિશ્મા એક ફૂટપાથ પર આરામથી બિંદાસ ઊંઘી શકે છે. ત્યારે બીજો ઊંઘવા માટે ગોળીઓ લઈને કરોડોના બંગલામાં પણ શાંતિની શોધ કરી રહ્યો છે.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)




