સરકારની કાર્યવાહી શરમજનક રાહુલ ગાંધી સાથે ઝપાઝપીના દૃશ્યો જાેઈ ભડક્યાં શશિ થરુર રાહુલ ગાંધી સાથે ઝપાઝપીના દૃશ્યો જાેઈ ભડક્યાં શશિ થરુર નવી દિલ્હીમાં વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા ચૂંટણી પંચ સામે મોટો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હોબાળો, સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શનો વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને દિલ્હી પોલીસે મંગળવારે અટકાયતમાં લીધા હતા.મંગળવારે વિપક્ષી ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી. પરંતુ પોલીસે સંસદ માર્ગ પર નીતિ આયોગ અને આકાશવાણી ભવન પાસે જ આ માર્ચને અટકાવી દીધી હતી. ત્યારબાદ તમામ વિપક્ષી સાંસદો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરી દ્વારા દેશને હાઇજેક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષોના આશરે ૩૦૦ સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. તેમજ મંગળવારે રાત્રે આશરે ૮ વાગ્યે પોલીસ દ્વારા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ તેમજ ૧૦ સાંસદો સહિત કુલ ૨૬૦ જેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જાે કે, અટકાયતના લગભગ બે કલાક બાદ રાત્રે આશરે ૧૦ વાગ્યે તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘લોકતંત્રના ગદ્દારોને બચાવવા માટે અત્યારે જે થોડું-ઘણું લોકતંત્ર અસ્તિત્વમાં છે તેને ઘસડવામાં આવ્યું છે. હિસાબ થશે, એક પણ દેશદ્રોહી બક્ષવામાં નહીં આવે.’આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર આ પ્રદર્શનમાં સામેલ નહોતા કારણ કે તેઓ ચાર મહિના પહેલાં નક્કી થયેલી જર્મનીની એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. તેમ છતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ’ પર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યાે હતો. થરૂરે જણાવ્યું હતું કે, ‘વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે હાથાપાઈ કરવા અને તેમને અટકાયતમાં લેવાની તસવીરો જાેઈને હું ખૂબ દુ:ખી છું. એક તરફ ૧૩ કરોડ મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકના બંધારણીય અધિકારો માટે ઊભા રહેવા જેવું છે અને આ મામલે સરકારની પ્રતિક્રિયા અત્યંત શરમજનક છે.’




