
આવું કરનારો ચોથો ભારતીય બન્યો.રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂરા કર્યા.અગાઉ તેંડુલકર, કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથા ભારતીય ખેલાડી બન્યો. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.
સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭,૯૧૦ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ ૨૪,૨૦૮ રન સાથે ત્રીજા સ્થાને છે. હવે, રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ કે તેથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ જાેડાયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં રોહિત શર્મા હવે ચોથા નંબર પર છે.
રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે ૬૭ ટેસ્ટ મેચોમાં ૪,૩૦૧ રન બનાવ્યા છે, જેમાં ૧૨ સદી અને ૧૮ અડધી સદીનો સમાવેશ થાય છે. દરમિયાન, રોહિતે ૨૭૮ વનડે મેચોમાં ૧૧,૪૬૮* રન બનાવ્યા છે, જેમાં ૩૩ સદી અને ૬૦ અડધી સદીનો સમાવેશ થાય છે. ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં, રોહિતે ૧૫૯ મેચોમાં ૪,૨૩૧ રન બનાવ્યા છે. નોંધનીય છે કે રોહિત હવે ભારત માટે ફક્ત ર્ંડ્ઢૈં માં રમે છે, ટેસ્ટ અને ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે.




