
શિખર ધવન પણ ED રડારમાં.સટ્ટાબાજી એપ કેસમાં શિખર ધવનની પણ પૂછપરછ કરાશે.સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોની પૂછપરછ કરાઈ છ.ગેરકાયદેસર સટ્ટાબાજી એપ વન એક્સ બેટ સંબંધિત મની લોન્ડરિંગના સંદર્ભમાં પૂછપરછ માટે પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને ૪ સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે પોતાની ઓફિસમાં આવવા કહ્યું છે. અગાઉ ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના પણ સટ્ટાબાજીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં આવ્યો હતો. ધવન પણ ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) ઓફિસ પહોંચશે.
જાે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શિખર ધવનની પૂછપરછ કરશે અને વન એક્સ બેટ સટ્ટાબાજી એપ સંબંધિત તપાસમાં (PDMA) હેઠળ તેમનું નિવેદન રેકોર્ડ કરશે. એવું માનવામાં આવે છે કે ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન કેટલીક જાહેરાતો દ્વારા આ સટ્ટાબાજી એપ સાથે સંકળાયેલો હતો. ઈડ્ઢ શિખર પાસેથી સ્પષ્ટતા લઈને સમગ્ર મામલાની તપાસ કરવા માંગે છે. પહેલા પણ ઘણા ખેલાડીઓ તેની રડારમાં આવી ચૂક્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આમાં ઘણા વધુ હસ્તીઓ પણ સામેલ હોઈ શકે છે. એટલું જ નહીં, આ એપ પર ઘણા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી અને ચોરી કરવાનો આરોપ છે.
વધતી જતી ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્સથી થતી છેતરપિંડીથી બચવા માટે, કેન્દ્ર સરકારે તાજેતરમાં પૈસા સંબંધિત ઓનલાઈન ગેમિંગ એપ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો કાયદો પસાર કર્યો છે. આ કાયદાનો મુખ્ય હેતુ લોકોને નાણાકીય નુકસાન અને નકામા વ્યસનથી બચાવવાનો હતો.
સટ્ટાબાજીની એપ્સ સંબંધિત ઈડ્ઢની કાર્યવાહીનો સીધો અર્થ એ છે કે સરકાર આવી છેતરપિંડી એપ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકીને કડક વલણ અપનાવી શકે છે. જાે કોઈ મોટો ખેલાડી કે બોલિવૂડ સ્ટાર પણ તેમાં સામેલ હોય, તો તેને જવાબદાર ઠેરવી શકાય છે, જેના પછી આ પ્રકારની ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની એપને જડમૂળથી નાબૂદ કરી શકાય છે અને આર્થિક છેતરપિંડીથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકાય છે.




